ઘરે આવેલી પતિની પ્રેમિકાએ પતિની સામે પત્નીને ઝૂ઼ડી નાખી
અમદાવાદના ઈસનપુર વિસ્તારનો બનાવ
પતિની પ્રેમિકાએ ઝઘડો શરૂ કરતા પત્નીએ તેને શાંત રહેવા માટે કહ્યું હતું,જાે કે, પ્રેમિકા આ વાતથી ઉશ્કેરાઈ ગઈ હતી.
અમદાવાદ,શહેરના ઈસનપુર વિસ્તારમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પતિ અને પત્ની ઘરે હાજર હતા અને બરાબર એ જ સમયે પતિની પ્રેમિકા આવી ચઢી હતી. ઘરે ટપકી પડેલી પતિની પ્રેમિકાએ તેની સામે જ પત્ની સાથે ઝઘડો કર્યો હતો અને મારઝૂડ કરી હતી. પ્રેમિકાએ પત્નીને એવી પણ ધમકી આપી કે, તારા પતિ સાથે તને રહેવા નહીં દઉં અને તારુ ઘર વસવા નહીં દઉં.
તારી સંપતિ પણ વેચાવી દઈશ અને તને રસ્તે રઝળતી કરી દઈશ. આ ધમકી બાદ પત્નીએ પતિની પ્રેમિકા વિરૂદ્ધ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગતો એવી છે કે, ઈસનપુરમાં પતિ અને પત્ની ભાડાના મકાનમાં રહે છે. પતિ જ્યાં નોકરી કરે છે ત્યાં સાથે કામ કરતી એક મહિલા સાથે તેના પ્રેમસંબંધ બંધાયા હતા. એક મહિના પહેલા પતિની આ કરતૂતની જાણ પત્નીને થઈ હતી. આ વાતની જાણ થયા બાદ પત્ની પતિની પ્રેમિકાને સમજાવવા માટે ગઈ હતી.
ત્યારે પતિની પ્રેમિકાએ તેની સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડા બાદ સવારે અચાનક પતિની પ્રેમિકા ઘરે આવી ચઢી હતી. પ્રેમિકાએ મહિલાને એવું કહ્યું કે, તું કેમ અવારનવાર તારા પતિ વિશે મને પૂછે છે અને એ પછી ઝઘડો કરવા લાગી હતી. પતિની પ્રેમિકાએ ઝઘડો શરૂ કરતા પત્નીએ તેને શાંત રહેવા માટે કહ્યું હતું. જાે કે, પ્રેમિકા આ વાતથી ઉશ્કેરાઈ ગઈ હતી.
પતિની પ્રેમિકાએ તેની પત્નીને કહ્યું કે, હું તને તારા પતિ સાથે રહેવા નહીં દઉં અને તારુ ઘર વસવા નહીં દઉં. તારી સંપતિ પણ વેચાવી દઈશ અને તને રસ્તે રઝળતી કરી નાખીશ. આવી ધમકી આપ્યા પછી પતિની પ્રેમિકાએ તેની સામે જ પત્ની સાથે મારઝૂડ કરી હતી. પત્નીનો આક્ષેપ છે કે, પતિએ પણ તેની પ્રેમિકાનું ઉપરાણુ લીધુ હતુ અને તેને અપશબ્દો કહ્યા હતા. બાદમાં પત્નીએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં પતિની પ્રેમિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.SSS