ઘરે ક્યારે આવશો: દીપિકા પાદુકોણે રણવીરને પૂછ્યું
મુંબઈ, બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ પોતાની અભિનય કળાની સાથે સાથે યુનિક સ્ટાઈલ માટે પણ ઓળખાય છે. તે દુનિયાની પરવા કર્યા વિના પોતાને ગમતી સ્ટાઈલ અપનાવે છે. આ સિવાય રણવીર અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફેન્સ અને ફોલોવર્સ સાથે વાતચીત પણ કરે છે. તે ઘણીવાર ક્વેશ્ચન-આન્સર સેશન રાખે છે અને ફેન્સ દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપે છે.
તાજેતરમા જ રણવીરે આસ્ક મી એનીથિંગ સેશન રાખ્યુ હતું તેમાં ફેન્સે તેને મજાના પ્રશ્નો પૂછ્યા હતા. રણવીરના સેશનમાં દીપિકાએ પણ ભાગ લીધો હતો. દીપિકાએ રણવીરને પ્રશ્ન કર્યો હતો કે, તમે ઘરે ક્યારે આવી રહ્યા છો? પોતાના મસ્તી મજાક વાળા અંદાજ માટે ઓળખાતા રણવીર સિંહે આનો જવાબ પણ મસ્તીભર્યો આપ્યો હતો. રણવીરે લખ્યું કે, જમવાનું ગરમ કરીના રાખો બેબી, હું બસ પહોંચી રહ્યો છું.
પતિ-પત્નીના આ ક્યુટ સંવાદના ફેન્સ ઘણાં વખાણ કરી રહ્યા છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, દીપિકા પાદુકોણ કબીર ખાનની ફિલ્મ ૮૩માં પતિ રણવીર સિંહ સાથે ફરી એકવાર સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મમાં રણવીર સિંહ ક્રિકેટર કપિલ દેવના રોલમાં જાેવા મળશે, જ્યારે દીપિકા કપિલ દેવના પત્ની રોમી દેવની ભૂમિકામાં જાેવા મળશે.
આ સિવાય દીપિકા પાસે ઘણાં મોટા પ્રોજેક્ટ્સ છે. તે અનન્યા પાંડે ને સિદ્ધાંત ચતુર્વેદી સાથે શકુન બત્રાની આગામી ફિલ્મમાં જાેવા મળી શકે છે. દીપિકા પહેલીવાર ઋતિક રોશન સાથે પણ કામ કરશે. તે સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ફાઈટરમાં ઋતિક સાથે જાેવા મળશે.
તે શાહરુખ સાથે ફિલ્મ પઠાનમાં પણ જાેવા મળશે, જેમાં જૉન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં છે. આટલુ જ નહીં, તે નાગ અશ્વિનની આગામી ફિલ્મમાં પણ જાેવા મળશે, જેમાં તેની સાથે બાહુબલી ફેમ પ્રભાસ હશે. આ સિવાય અમિતાભ બચ્ચન સાથે ધ ઈન્ટર્નના ઓફિશિયલ રિમેકનો પણ તે ભાગ છે. જાે રણવીર સિંહની વાત કરીએ તો તે દિવ્યાંક ઠક્કરની ફિલ્મ જયેશભાઈ જાેરદાર અને રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસમાં જાેવા મળશે.SSS