ઘરે દીકરીનો જન્મ થતાં પૂજા બેનર્જીનો પતિ સૌથી વધારે ખુશ
મુંબઇ, કુમકુમ ભાગ્ય’ ફેમ પૂજા બેનર્જી અને પતિ સંદીપ સેજવાલ, જેઓ હાલમાં જ (૧૨ ફેબ્રુઆરી) દીકરીના મમ્મી-પપ્પા બન્યા છે, તેમના ઘરે અત્યારે સેલિબ્રેશનનો માહોલ છે. દીકરીના જન્મથી ખુશ સંદીપ સેજવાલે વાતચીત કરતા કહ્યું હતું કે, ‘તે ખરેખર સુંદર લાગણી છે.
અમે બંનેએ અમારા ઘરે દીકરી જન્મ તેવી પ્રાર્થના કરી હતી અને અમારી ઈચ્છા આખરી પૂરી થઈ છે. આ ઉત્સાહજનક નવી જવાબદારી છે અને અમે તેના માટે તૈયાર છીએ’. સંદીપ સેજવાલે ઉમેર્યું હતું કે, તેઓ છેલ્લા કેટલાય સમયથી પેરેન્ટહૂડની તૈયારી કરી રહ્યા હતા.
અમે પહેલાથી જ પેરેન્ટહૂડ માટે સારી રીતે તૈયાર હતા. પૂજા અને હું માતા-પિતા તરીકે અમારી સફર શરૂ કરવા માટે ઉત્સુક છીએ. અમે બાળકની કાળજી કેવી રીતે રાખવી તેના વિશે ઘણુ વાંચ્યું હતું. અમારા પરિવારના કેટલાક સભ્યોએ પણ શું કરવું અને શું ન કરવું તેની વિશેષ સલાહ આપી હતી.
અમે દીકરીને લઈને અમારા ઘરે આવી ગયા છે. હજી સુધી નામ નક્કી કર્યું નથી, અને તે નક્કી કરવું તે વધારે રસપ્રદ પ્રક્રિયા બની રહેશે. આ સિવાય, પૂજા અને દીકરીનું ધ્યાન રાખવા માટે હું ૧૫ દિવસની પેટરનિટી લીવ પર છું’, તેમ સંદીપ સેજવાલે કહ્યું હતું. પૂજા બેનર્જી ખૂબ જલ્દી દીકરીને દિલ્હી લઈ જવાની છે, જ્યાં સંદીપનો પરિવાર રહે છે.
ગયા મહિને અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતા તેણે કહ્યું હતું કે ‘બાળકના જન્મ બાદ અમે અમારા પરિવાર સાથે રહેવા માટે દિલ્હી જવાના છીએ. મને લાગે છે કે, આસપાસ ઘણા લોકોનું હોવું તે આશીર્વાદ સમાન છે. દરેક વ્યક્તિ બાળકને ખૂબ પ્રેમ આપશે. મારા વડસાસુથી લઈને સાસુ સુધી, ત્યાં બાળક અને મારા માટે ઘણા લોકો હશે. તેમના માટે આ મોટી વાત છે અને બાળકને ત્યાં લઈ જઈને તેમને ખુશી આપવા માગુ છુ. બાદમાં હું શાંતિથી કામ શરૂ કરી શકીશ’.SSS