ઘરે રહીશ તો બીજું એક બાળક થઈ જશે: સૈફ
મુંબઈ, બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન અને કરીના કપૂર તૈમૂર તેમજ જેહ એમ બે બાળકોના માતા-પિતા છે. સૈફ છેલ્લા એક-દોઢ વર્ષથી બેક ટુ બેક ફિલ્મ કરી રહ્યો છે. ત્યારે ઉપરાઉપરી ફિલ્મો કરવા પાછળનું કારણ શું ફેમિલી પ્રેશર છે તેવો સવાલ તેને ત્યારે પૂછવામાં આવ્યો જ્યારે તે ધ કપિલ શર્મા શોમાં પહોંચ્યો.
કપિલ શર્માએ પૂછેલા સવાલનો જવાબ પણ સામે એક્ટરે મજાકિયા અંદાજમાં આપ્યો. સૈફ હાલ તેની અપકમિંગ ફિલ્મ ‘બંટી ઔર બબલી ૨’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે ૧૯મી નવેમ્બરે રિલીઝ થવાની છે. જેમાં તેની સાથે રાણી મૂખર્જી, સિદ્ધાંત ચતુર્વેદી અને શરવરી વાઘ છે.
ધ કપિલ શર્મા શો’માં સૈફ અલી ખાન, રાણી મૂખર્જી, સિદ્ધાંત ચતુર્વેદી અને શરવરી વાઘ ‘બંટી ઔર બબલી’ને પ્રમોટ કરવાના છે. જેનો પ્રોમો મેકર્સે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે. જેમાં કપિલ શર્મા સૈફને પૂછી રહ્યો છે કે ‘આ વર્ષમાં સરનો ત્રીજાે પ્રોજેક્ટ છે.
પહેલા તાંડવ સીરિઝ કરી, પછી ભૂત પોલીસ અને હવે બંટી બબલી ૨. તમે સતત કામ કરી રહ્યા છો, તમે વર્કોહોલિક છો કે પરિવાર વધી જવાનું પ્રેશર તમારા પર પણ છે?’. જેના પર સૈફ જવાબ આપે છે ‘ફેમિલી પ્રેશર વધી જવાનો ડર નથી, મને તે વાતનો ડર છે કે જાે હું ઘરે બેસીશ તો વધારે બાળકો થઈ જશે.
રાણી મૂખર્જી અને સૈફ સારા મિત્રો છે, તેઓ સાથે ઘણી ફિલ્મો પણ કરી ચૂક્યા છે. રાણી સાથેની ફ્રેન્ડશિપ પર વાત કરતા સૈફે કહ્યું ‘શરૂઆતમાં અમે યશરાજ માટે ૩થી ૪ ફિલ્મ કરી હતી. પહેલા અમે સાથે ચેકની રાહ જાેતા હતા અને હવે હું એકલો રાહ જાેઉ છું કે આ મારો ચેક ક્યારે સાઈન કરશે. ઉલ્લેખનીય છે કે, કરીના કપૂર અને સૈફ અલી ખાન આ વર્ષના ફેબ્રુઆરીમાં ફરીથી માતા-પિતા બન્યા છે. તેમને ત્યાં જેહનો જન્મ થયો હતો, જે આઠ મહિનાનો થઈ ગયો છે.SSS