ઘર આંગણે પાર્ક કરેલા વાહનો માંથી પેટ્રોલ ચોરી થતા સ્થાનિકોનો હોબાળો
પેટ્રોલના વધતા જતા ભાવ વધારાના પગલે ભરૂચમાં પેટ્રોલ ચોરી કરતી ટોળકી સક્રિય.
જુના ભરૂચના સાધના સ્કૂલ નજીકથી ૧૫ થી વધુ બાઈકો માંથી પેટ્રોલની ચોરી.
(વિરલ રાણા) ભરૂચ,
પેટ્રોલના વધતા જતા ભાવ વધારાના પગલે રાત્રીના સમયે પેટ્રોલ ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોય તેમ જુના ભરૂચના બળેલી ખો વિસ્તારમાં રહીશોએ પોતાના ઘર આંગણે પાર્ક કરેલા ટુ વ્હીલર વાહનો માંથી પેટ્રોલની ચોરી થતા સવારે વાહનો ચાલુ કરતા વાહનો ચાલુ ન થતા પેટ્રોલ ચોરીનો ભાંડો ફૂટ્યો હતો.જેના કારણે પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ વધારવાની માંગ સાથે ચોર ટોળકીને ઝડપી પાડવના પોલીસને જાણ કરવામાં આવી હતી.
બનાવની મળતી માહિતી અનુસાર જુના ભરૂચના બળેલી ખો વિસ્તારમાં ટુ વ્હીલર વાહનો માંથી પેટ્રોલની ચોરી થતી હોવાની અનેક વાર ફરિયાદો ઉઠી હતી.પરંતુ ગતરોજ એક જ રાત્રીએ ૧૫ થી વધુ વાહનો માંથી પેટ્રોલની ચોરી થતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને વિસ્તારમાં પેટ્રોલ ચોરી કરતી ટોળકી સક્રિય થઈ હોવાના આક્ષેપ સાથે પોલીસ આ વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ વધારી તાત્કાલિક પેટ્રોલ ચોરી કરતી ટોળકીને ઝડપી પાડે તેવી માંગ ઉઠવા પામી હતી.