ઘર કંકાસમાં કુહાડીના ઘા ઝીંકી પુત્રએ પિતાની હત્યા કરી

પ્રતિકાત્મક
ઈડર, સાબરકાંઠા જિલ્લાના ઈડર પંથકમાં બની છે. અહીં એક પુત્રએ ઘર-કંકાસમાં પોતાના વૃદ્ધ પિતાની કુહાડીના ઘા મારી હત્યા કરી દીધી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.
ઈડર તાલુકાના વડાલીના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષના નાનજીભાઈ પટેલના ઘરમાં લાંબા સમયથી કંકાસ ચાલતો હતો. ગત રવિવારે બપોરે તેઓ ઘરે ત્યારે ત્યારે તેમનો પુત્ર પ્રભુદાસ આવ્યો હતો અને નાનજીભાઈ કંઈ સમજે તે પહેલા તેમના પર કુહાડી લઈને તૂટી પડ્યો હતો. નાનજીભાઈના માથા, એક જડબા અને ગરદન પર કુહાડીથી થયેલા વારને કારણે તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. પિતા પર હુમલો કરી પુત્ર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને નાનજીભાઈને લોહી-લુહાણ હાલતમાં વડાલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. જાેકે, તેમને બચાવી શકાય ન હતા. દરમિયાનમાં પોલીસને જાણ કરતા પોલીસે હત્યારા પુત્રને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. પિતાની હત્યા કરી ફરાર થઈ ગયેલો પુત્ર સાંજે ઘર પાછો ફરતા જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.
એવી પણ માહિતી મળી રહી છે કે, મૃતક નાનજીભાઈના ઘરમાં છેલ્લા ઘણા સમયથી ઝઘડા ચાલતા હતા. તેમના પુત્રએ ચાર દિવસ અગાઉ પર તેમને લાકડીથી માર માર્યો હોવાનું લોકોએ જણાવ્યું હતું. એવી વિગતો પણ જાણવા મળી છે, પ્રભુદાસ અસ્થિર મગજનો છે અને તે છૂટક મજૂરી કરે છે. પરંતુ, તેના અસ્થિર મગજને કારણે તે અવાર-નવાર ઘરમાં ઝઘડા કરતો હતો. જાેકે, રવિવારે તેણે પિતાની હત્યા જ કરી નાખી.SSS