Western Times News

Gujarati News

ઘર ખરીદનારાઓને ૬.૪૬ રુપિયાનું રિફંડ આપવા આઇ.બી રિયલ એસ્ટેટને આદેશ

મુંબઈ, નેશનલ એન્ટી-પ્રોફિટિયરિંગ ઓથોરિટી (એનએએ)એ જીએસટીના અમલીકરણ બાદ ભાવમાં અનુરૂપ ઘટાડો કરીને ઘર ખરીદનારાઓને રૂ. ૬.૪૬ કરોડથી વધારાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લાભો ન આપવા બદલ ઈન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટને દોષી ઠેરવી છે.

વિશાખાપટ્ટનમમાં સ્થિત સિએરા-વાઈઝેગ પ્રોજેક્ટમાં ઈન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ દ્વારા ઈનપુટ ટેક્સ ક્રેડિટ લાભો ગ્રાહકોને પાસ પાસ ઓન ન કરતા એક ઘર ખરીદનાર દ્વારા દાખલ કરાયેલા કેસના આધારે ડિરેક્ટોરેટ જનરલ ઑફ એન્ટિ પ્રોફિટીરિંગ એ કેસની તપાસ કરી અને બિલ્ડરને નફાખોરી માટે દોષિત ઠેરવ્યા છે.

DGAPએ તપાસમાં નોંધ્યું કે રિયલ એસ્ટેટ કંપનીને ૧ જુલાઈ, ૨૦૧૭-માર્ચ ૩૧, ૨૦૧૯ની વચ્ચે ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્ના અમલીકરણ પછી વધારાના આઈટીસીનો ફાયદો થયો હતો અને પ્રોજેક્ટમાં ખરીદદારોને રૂ. ૬.૪૬ કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરવી જાેઈએ.

ઓથોરિટીને જાણવા મળ્યું છે કે પ્રતિવાદીએ તપાસના સમયગાળા દરમિયાન પ્રોજેક્ટ ‘સિએરા વિઝાગ’ માટે રૂ. ૬,૪૬,૦૬,૨૨૭નો નફો કર્યો છે. NAAએ આદેશમાં જણાવ્યું કે આ પ્રોજેક્ટમાં ઘર ખરીદનારાઓ પાસેથી રળવામાં આવેલ નફાની રકમ ૧૮ ટકાના વ્યાજ સહિત પરત કરવામાં આવશે. નફાની રકમ ૩ મહિનાની અંદર ઘર ખરીદનારાઓને આપવાની રહેશે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.