‘ઘર જેવું ભોજન’ તો ઘણી વાર સાંભળ્યું હશે પરંતુ અહીં મળે છે ‘સાસરી જેવું ભોજન’
નવી દિલ્હી, ઘણી રેસ્ટોરન્ટની જાહેર ખબરમાં અનેકવાર એવું વાંચવા મળશે કે ‘ઘર જેવું ભોજન’ પરંતુ છત્તીસગઢની રાયપુરમાં આવેલી એક હોટલ છે જે તેની ટેગલાઈનના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ રેસ્ટોરન્ટ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ખુલી છે જેની ટેગલાઈન ‘સાસરી જેવું ભોજન’ છે. આ રેસ્ટોરન્ટની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે અને લોકો એના વિશે જાણવા ઉત્સુક છે.
મોટે ભાગે રેસ્ટોરન્ટના માલિકો ગ્રાહકોને આકર્ષવા માટે ‘ઘર જેવા ભોજન’ની ટેગલાઈનનો ઉપયોગ કરે છે. પરંતુ રાયપુરની આ રેસ્ટોરન્ટની ટેગલાઈન ચર્ચાનો વિષય બની છે. રેસ્ટોરન્ટે પોતાના પોસ્ટરમાં લખ્યું છે કે, ‘સાસરી જેવું ભોજન’ આ ફોટોને એક IAS ઓફિસર પ્રિયંકા શુક્લાએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે. જે સોશિયલ મીડિયામાં લોકોને આકર્ષિત કરી રહ્યો છે.