ઘર બહાર રમી રહેલી ૬ વર્ષની માસૂમ બાળકી ઉપર રેપ
બહરાઈચ: ઉત્તર પ્રદેશમાં અવારનવાર માણસાઈને શરમાવી મૂકે તેવી ઘટનાઓ સામે આવી રહી છે. તાજાે મામલો ઉત્તર પ્રદેશના બહરાઈચના એક ગામનો છે જ્યાં ઘર બહાર રમી રહેલ ૬ વર્ષીય બાળકીને બીજા ગામનો એક યુવક ફોસલાવી ગામની બહાર આવેલા બગીચામાં લઈ ગયો. જ્યાં નરાધમે બાળકી પર રેપ કર્યો. બાળકીની ચીસો સાંભળી લોકો ત્યાં દોડી આવ્યા, એટલામાં આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બાળકી બેભાન હાલતમાં મળી જેને લઈ ગામમાં તણાવનો માહોલ ફેલાઈ ગયો છે. તેને તાત્કાલિક પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી, તણાવને ધ્યાનમાં રાખી ગામમાં પણ પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે. બાળકીને મેડિકલ માટે મોકલી આપવામાં આવી છે. શનિવારે આરોપી યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે.
રામગાંવ પોલીસ સ્ટેશનના એક ગામમાં શુક્રવારે રાતે ૬ વર્ષીય બાળકી પોતાના ઘરની બહાર રમી રહી હતી, તે દરમિયાન ત્યાંથી એક શખ્સ નીકળ્યો. બાળકીને જાેઈ તે ઉભો રહી ગયો. તે બાળકી સાથે વાતચીત કરતો કરતો તેને ગામની બાજુમાં આવેલ બગીચામાં લઈ ગયો.
જ્યાં બાળકી પર રેપ કર્યો. બાળકીની ચીસો સાંભળી આજુબાજુના લોકો વન્યજીવના હુમલાની આશંકાએ બગીચા તરફ દોડી આવ્યા. બાળકી દરવાજા પર ન હોવાનું જાણી તેના પરિજનો પણ દોડી આવ્યા. બાળકી બગીચામાં એક જગ્યાએ બેસુધ અર્ધનગ્નવસ્થામાં પડી હતી. આ જાેઈ લોકો આક્રોશિત થઈ ઉઠ્યા. બાળકીને લઈ લોકો સીધા પોલીસ સ્ટેશને પહોંચ્યા, તો ત્યાં પણ હડકંપ મચી ગયો. પીડિત બાળકીને મેડિકલ ચેકઅપ માટે મોકલી આપી છે.