ઘાટલોડિયામાંથી કોલ સેન્ટર ઝડપાયું: બે પિતરાઈની અટક
અમદાવાદ, ઘાટલોડિયા પોલીસએ બાતમીને આધારે કાર્યવાહી હાથ ધરતાં આજે વહેલી સવારે ૫ વાગે બે પિતરાઈ ભાઈ ને ગેરકાયદેસર કોલસેન્ટર ચલાવતાં ઝડપી લીધા છે. બંનેમાંથી નીખંજ વ્યાસ નામનો શખ્સ માલિક હતો જેણે અમિત સથવારા નામના મસિયાઈ ભાઈને૨૫૦૦૦ રૂપિયાના પગાર પર રાખ્યો હતો.
પોલીસે તેના બેંકમાંથી ૭૦ હજારની રકમ જપ્ત કરીછે. જ્યારે ઘરેથી ૨ લેપટોપ, ૧૦ મોબાઈલ ફોન અને ૩ મેજિક જેક ઝડપીને તપાસ માટેમોકલી આપ્યા છે. મહિલા પીઆઈ ગામીતે અંગે કહ્યું હતું કે નિખંજ સિવિલ એન્જિનિયરનું ભણવાનું છોડી એક વર્ષથી આ કોલ સેન્ટર ચલાવતો હતો. તેUSA ના નાગરિકોને સસ્તી લોનનું કહી ગ્રાહક અને બેન્ક બંને સાથે છેતરપિંડી આચરતો હતો. આ બંને સિવાય અન્ય કોઇ તેમની સાથેસામેલ હતું કે નહિ તે દિશામાં હવે તપાસ ચાલી રહી છે.
નિખંજ ના પિતા હયાત નથી. તેના માતા તથા બહેન બનેવી કેનેડા ખાતે રહે છે. જ્યારે તે પોતે દાદી સાથે સુદર્શન એપાર્ટમેન્ટ , સતાધારખાતે રહેતો હતો.