ઘાટલોડિયામાં ડ્રગ્સ એડિકટ ટોળકીએ યુવકોને છરી મારી લૂંટી લીધો
અમદાવાદ, ડ્રગ્સનું સેવન કરતા નશાખોરો સામે કાર્યવાહી કરવામાં પોલીસની ઢીલી નીતિના ગંભીર પરીણામ બતાવતી ઘટના સોમવારે મોડી રાત્રે ઘાટલોડીયાના પ્રભાતચોક વિસ્તારમાં બની હતી. ડ્રગ્સ એડીકટ ટોળકીએ આઈસ્ક્રીમ વેચતા પાંચ વેન્ડરને છરી મારી રોકડ રકમની લુંટ ચલાવી હતી.
સમગ્ર બનાવ અંગે બે વેન્ડરને ઈજાઓ થતાં વિસ્તારમાં વાત વાયુવેગ પ્રસરી હતી. સ્થાનીકોએ મંગળવારે મોડી રાત્રે ડ્રગ્સ એડિકટ ટોળકીને શોધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સફળતા મળી ન હતી. સમગ્ર મામલે ભોગ બનનાર યુવકોએ પોલીસને જાણ ન કરી હોવાનું અને આ અંગે પોલીસ પણ અજાણ હોવાની વિગતો મળી છે.
અમદાવાદ શહેરમાં ટ્રાઈસીકલ પર આઈસ્ક્રીમનું વેચાણ કરતા પરપ્રાંતીય યુવકો આઈસ્ક્રીમની દુકાન ના હોય તેવા વિસ્તારમાં જાેવા મળે છે. સોમવારે મોડી રાત્રીના બે વાગ્યાની આસપાસ આઈસ્ક્રીમનું વેચાણ કર્યા બાદ છ જેટલા નશાખોર યુવકોની ટોળકીએ રાત્રે બે વાગે આઈસ્ક્રીમ વેચતા યુવકોને રોકયા હતા.
ટોળકીએ આઈસ્ક્રીમ વેચતા યુવકો પર છરી વડે હુમલો કરી બે યુવકને ઈજાઓો કરી અને રોકડ રકમની લુંટ ચલાવી હતી. લુંટની રકમ વધુ નથી પણ લુંટની રીત ગંભીર હતી. ભોગ બનનાર પાંચેય યુવકો પરપ્રાંતીય અને અભણ હોવાથી સમગ્ર મામલે પોલીસનો સંપર્ક કરવાની જગ્યાએ સ્થાનીક યુવકોને જાણ કરી હતી.
સ્થાનીક યુવકોએ આ ટોળકીને શોધવાનો પ્રયાસ શરૂ કર્યો છે. નારણપુરા, ઘાટલોડીયા, ચાણકયપુરી, સોલા વગેરે વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનું દુષણ ફુલીફાલી રહયું છે. આ વિસ્તારોમાં લોકલ પોલીસ દ્વારા ડ્રગ્સ પેડલરોને પકડવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. બહારની એજન્સી રેડ કરીને આરોપીઓને પકડે છે પરંતુ લોકલ પોલીસને ડ્રગ્સનું દુષણ ડામવામાં કોઈ રસ ન હોવાની સ્થાનીકોમાં ચર્ચા છે.