Western Times News

Gujarati News

ઘાટલોડિયામાં શાળાએ જતી બાળાની રીક્ષાચાલકે છેડતી કરતા હોબાળો

બાળા હિંમત દાખવી ટ્રાફિક પોલીસ જવાન પાસે દોડી જતા રીક્ષાચાલક ફરાર

અમદાવાદ: સરકાર દ્વારા અભયમ જેવી સેવાઓ શરૂ કરવામાં આવી છે. ઊપરાંત †ીઓ માટે કાયદા કડક કરવામાં આવ્યાં છે. ગુનામાં ઝડપાયેલાં આરોપીઓ સામે કડક હાથે કામ લેવામાં આવતું હોવા છતાં શહેરમાં જાણે હવસખોરો છુટાં છોડી દેવાયા હોય એવો માહોલ છે. ત્યારે ગુરૂકુળ રોડ પર આવેલી સ્કુલવાન છુટીને ઘર તરફ જઈ રહેલી એક સગીરાને રીક્ષા ચાલકે બેસાડ્યા બાદ અવાવરું સ્થળે લઈ ગયો હતો. જ્યાં તેણે બિભત્સ વર્તન કરતાં હિંમતવાન બાળકી તેને ધક્કો મારી ભાગી ગઈ હતી. અને ટ્રાફીક પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચે એ પહેલાં જ હવસખોર રીક્ષાચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.


દિવ્યા (નામ બદલ્યું છે)નાની ૧૬ વર્ષની બાળકી ગુરૂકુળ રોડ ખાતે આવેલી એક શાળામાં ૧૧માં ધોરણમાં અભ્યાસ કરે છે. તેનાં પિતા બાળકોની મગજ શક્તિ  ચકાસવા અંગે બ્રેઈન મેપીંગનું કામકાજ કરે છે અને એનજીઓ સાથે પણ સંકળાયેલાં છે. નિત્યક્રમ મુજબ દિવ્યા બુધવારે સવારે શાળાએ ગઈ હતી. જ્યાંથી બાર વાગ્યે ઘરે જવાં માટે સોનલ ચાર રસ્તા નજીક રીક્ષાની રાહ જાતી હતી. ત્યારે ખાલી રીક્ષા લઈ આવેલાં ચાલકે તેને રીક્ષામાં બેસાડી હતી. દિવ્યાએ ના પાડવાં છતાં તેણે વારંવાર કહેતાં તે બેસી ગઈ હતી. જાકે થોડે દૂર ગયા બાદ ઘર તરફ જવાને બદલે ચાલકે રીક્ષા સુભાષ ચોકથી અંદર તરફ ડીનરબેલ અને પેનાખેડા કંપની નજીક રસ્તા પર રોકી હતી.

દિવ્યાએ પૃચ્છા કરતાં પોતાની ફ્રેન્ડ અહીં મળવા આવે છે તેમ કહી રીક્ષા ચાલકે બહાનું બનાવતાં દિવ્યાએ પોતાને મોડું થતું હોવાનું જણાવ્યું હતું અને રીક્ષામાંથી ઊતરવા જતાં ચાલક યાદવ આવી ગયો હતો અને તેની પીઠ ઊપર હાથ ફેરવ્યા બાદ પેન્ટ ઊતારીને બિભત્સ હરકત કરતાં પ્રથમ ડઘાઈ ગયેલી દીવ્યાએ ચાલકને ધક્કો મારી દીધો હતો અને રીક્ષામાંથી ઊતરીને સુભાષચોક તરફ ભાગી આવી હતી. જ્યાં ફરજ પર હાજર ટ્રાફીક જવાનને ઘટનાની જાણ કરતાં જવાબ દિવ્યા સાથે ઘટના સ્થળે ગયો હતો. જા કે ત્યાં સુધીમાં હવસખોર રીક્ષા ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

બાદમાં સમગ્ર બનાવ અંગે પરીવારને જાણ કરતાં દિવ્યાનાં પિતાએ આ અંગેની ફરીયાદ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. એક તરફ બાળકીએ હિંમત બતાવતાં તે બચી ગઈ હતી. બીજી તરફ હવસખોર રીક્ષા ચાલકને ઝડપી લેવા માટે પોલીસે સીસીટીવી ફુટેજ મેળવીને તથા બાળકીની પાસેથી રીક્ષા ચાલકની જાણકારી મેળવીને કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.