ઘાટલોડીયાના વોર્ડ ઈન્સ્પેકટર વિરુધ્ધ એસીબીમાં ફરીયાદ નોંધાઈ
(સારથી એમ.સાગર) અમદાવાદ, ઘાટલોડીયામાં સંયુક્ત પરીવારમં રહેતા વ્યક્તિએ પોતાના મકાનના અલગ અલગ ટેક્ષબીલ કરી આપવા માટે અરજી કરી હતી જે સંદર્ભે વોર્ડ ઈન્સ્પેકટરે લાંચની માંગણી કરતા વ્યક્તિએ એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ને ફરીયાદ કરી હતી જે અંગે એસીબીએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે એક વ્યક્તિનું સંયુક્ત માલિકીનું મકાન અમદાવાદમાં આવેલું હતું વર્ષ ર૦૧૮માં મિલ્કતના ટેક્ષબીલ તથા લાઈટબીલ વિભાજીત કરવા તેમણે અરજી આપતાં ઘાટલોડીયા વોર્ડના ઈન્સ્પેકટર નરેશ પટેલે કામ કરી આપવા વ્યવહાર કરવો પડશે તેમ કહયુ હતું અને તેપેટે ર૦ હજારથી પ૦ હજાર રૂપિયા માંગ્યા હતા.
બાદમાં મકાનમાં આવતા કોમર્શીયલ ટેક્ષની ર.૭પ લાખની રકમ બાકી નીકળતા તેના રટકા પેટે લાંચ માગતા અરજદારે તેનો વિડીયો બનાવી એસીબીમાં ફરીયાદ કરી હતી. તપાસમાં વિડીયો સાચો હોવાનું બહાર આવતા એસીબીમાં નરેશ પટેલ વિરુધ્ધ ફરીયાદ નોંધાઈ છે.