ઘાટલોડીયામાં વ્યાજખોરોએ વેપારીનાં ઘરે બબાલ કરતા પોલીસ ફરીયાદ
અમદાવાદ: ઘાટલોડીયા વિસ્તારમાં એક વેપારીને રૂપિયાની જરૂર પડતા ઉચા વ્યાજે નાણા લીધા હતા બાદમા સમયસર તેનુ વ્યાજ ચુકવતા હતા જા કે લોકડાઉનમાં ધંધા બંધ થતા વેપારી વ્યાજ ચુકવી ન શકતાં વ્યાજખોર ભાઈઓ અને તેમની પત્નીએ વેપારીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ફરીયાદ સામે આવી છે.
આ અંગેની વિગત એવી છે મયુરભાઈ ગોસલીયા નિર્મલ એપાર્ટમેન્ટ નારણપુર ખાતે રહે છે અગાઉ તે કરીયાણાની ચલાવતા જ્યારે તેમની પત્ની ભાવનાબેન ટ્યુશન કરી ઘર ચલાવતા હતા ત્યારે દુકાને આવતા નરેશભાઈ દાતણણીયા રહે પારસનગર -૩ ઘાટલોડિયા સાથે ઓળખાણ થઈ હતી.
બાદમા ધંધામા રૂપિયોની જરૂર પડતા તેમણે નરેશભાઈ પાસેથી પ.૨૫ લાખ તેમના ભાઈ જન્મેશભાઈ શ્રીદત પાસેથી સાડા ત્રણ લાખ તથા ફરીથી બે લાખ રૂપિયા આઠ ટકાના વ્યાજે લીધા હતા જેનુ વ્યાજ તે સમય સર ચુકવી આપતા હતા દરમિયાન લોકડાઉન આવતા તેમનો ધંધો બંધ થઈ જતા નરેશભાઈ જન્મેશભાઈ તથા તેમની પત્ની મયુરભાઈના ઘરે પહોચ્યા હતા અને ઝઘડો કર્યો હતો.
જ્યારે મયુરભાઈઅ પોતે મુડી ચુકવી દીધી છે અને ફક્ત વ્યાજ આપવાનું બાકી છે તેમ કહેતા ચારેય ફરી તેમની સાથે ઝઘડીયા હતા ગઈકાલે મયુરભાઈ બ હાર હતા ત્યારે ફરી નરેશભાઈ જન્મેશભાઈ અને તેમના પત્ની તેમના ઘરે પહોચ્યા હતા જેમને જાઈ ગભરાઈ ગયેલા ભાવનાબેન દરવાજા બંધ કરતાં ત્રણેય ગાળો બોલી દરવાજા પછાડવા લાગ્યા હતા દરમિયાનમાં તેમણે જાણ કરતા પોલીસ પણ આવી પહોચી હતી અને ચારેય વિરુદ્ધ ફરીયાદ નોધીને કાર્યવાહી હાથ ધરી છે.