Western Times News

Gujarati News

ઘાટલોડીયા, બોડકદેવ, ગોતા, થલતેજ સહિતના વિસ્તારોમાં પાણીકાપ

File Photo

જાસપુર વાટર વર્કસમાં ક્લોરીફાઈની કામગીરી હાથ ધરાતા પાણી પુરવઠો બંધ કરાયોઃ અફડાતફડીનો માહોલ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરમાં સારો વરસાદ પડતા જ તળાવો, ડેમો છલકાતા જમીનમાંથી પાણીના સ્તર ઉંચે આવતા આ વર્ષે શહેરીજનોને પાણી માટે મુશ્કેલી નહીં પડે. તથા ટેન્કરોથી પાણી મેળવવા માટે પૈસા ખર્ચવા નહીં પડશે. પરંતુ ક્યારેક ટેકનિકલ ખામી સર્જાતા નગરજનોને ‘પાણીકાપ’ ની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. છેલ્લા ઘણા સમયથી જાસપુર વાટરવર્કસથી આવતું પાણી ડહોળું આવતુ હોવાની ફરીયાદથી સાવધ બની, જાસપુર વાટર વર્કસમાં ક્લોરીફાયરના જાડાણની કામગીરી હાથ ધરવામાં આવતા, મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર શહેરના કેટલાંક વિસ્તારોમાં પાણી પુરવઠામાં કાપ મુકવામાંઅ ાવ્યો હતો. જેથી તે વિસ્તારોને બે દિવસ પાણીને કાપ સહન કરવો પડશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વિસ્તારોમાં કાપ મુકવામાં આવ્યો છે તે વિસ્તારોમાં ઘાટલોડીયા, થલતેજ, ગોતા, જાધપુરનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે જ વિસ્તારોમાં પાણીનો કાપ મુકવામાં આવ્યો છે તથા પાણીનો પુરવઠો બંધ કરવામાં આવ્યો છે તે તે વિસ્તારમાં ટેન્કરો દ્વારા પાણી પુરૂ પાડવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એડીશ્નલ સીટી એન્જીનિયર ઋષિ પંડ્યાના જણાવ્યા અનુસાર દરેક વિસ્તાર દીઠ બે ટેન્કરો ફાળવવામાં આવશે. ખાસ કરીને ઘાટલોડીયાની દેશવાલી સોસાયટી, થલતેજ તથા ગોતા ગામતળના વિસ્તારોમાં ખાસ ટેન્કરોની વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પોતાનો બોર હોવાથી મુશ્કેલી સર્જાશે નહીં.

જાધપુર, બોડકદેવ, થલતેજ, ઉપરાંત સરખેજ, વેજલપુર, સેટેલાઈટના લોકોને પણ પાણી કાપની અસર પડશે આ વિસ્તારોના લોકોનું કહેવું છે કે કોર્પોેરશન દ્વારા ચાલુ મહિનામાં બીજી વખત શટડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલી વખત નવા બનાવાયેલા ક્લોરીફાયરની કનેકટીવિટી અંગેની ચકાસણી કરી હોત તો ફરી વખત પાલડી વગર તરસે મરવુ ન પડ્યુ હોત. માત્ર તંત્રના અણધડ નિર્ણયને કારણે જ પાણીની સમસ્યાનો પ્રજાએ સામનો કરવો પડે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર આ કામગીરીની સાથે સાથે સોલા ભાગવત વાટર ડીસ્ટ્રીબ્યુટશનની ફીડર લાઈનની જાડાણની કામગીરી પણ હાથ ધરાનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.