ઘાસચારા કૌભાંડ: લાલુ પ્રસાદની જામીન અરજી પર સુનાવણી ૧૧ સપ્ટેમ્બરે
રાંચી, ઘાસચારા કૌભાંડથી જાેડાયેલ મામલામાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની જામીન અરજી પર સુનાવણી ઝારખંડ હાઇકોર્ટે હાલ ટાળી દીધી છે હવે આ મામલાની સુનાવણી ૧૧ સપ્ટેમ્બરે થશે. ઝારખંડ હાઇકોર્ટમાં આજે ચાઇબાસા કોષાગારથી વધુ નિકાસી મામલામાં રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદની જામીન અરજી પર સુનાવણી ટળી ગઇ છે. ન્યાયમૂર્તિ અપરેશ કુમારસિંહની અદાલતમાં મામલાની સુનાવણી થશે લાલુની બગડતી તબીયતને જામીનનું કારણ બતાવવામાં આવ્યું છે. સુનાવણી વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા થઇ.
ન્યાયમૂર્તિ અપરેશનકુમાર સિંહની અદાલતે સુનાવણી દરમિયાન સીબીઆઇ તરફથી બતાવવામાં આવ્યું છે કે સીબીઆઇના વકીલ બીમાર છે આથી સુનાવણીની તારીખ વધારવામાં આવે અદાલતે તેમની વિનંતી સ્વીકારી લાલુ પ્રસાદની જામીન અરજી પર સુનાવણી ૧૧ સપ્ટેમ્બર માટે ટાળી દીધી. લાલુ પ્રસાદના વકીલ અનુસાર દાખલ કરવામાં આવેલ જામીન અરજીમાં કહેવામાં આવ્યું છે કે લાલુ યાદવે હવે નિર્ધારિત સજાની અડધી મુદ્ત પુરી કરી લીધી છે અને તેમનું આરોગ્ય સારૂ નથી તે અનેક બીમારીથી પીડિત છે તેને આધાર બનાવી દાખલ અરજીમાં સંભાવના વ્યકત કરવામાં આવી રહી હતી કે કદાચ લાલુ પ્રસાદને જામીન મળી જશે.
બિહારમાં વિધાનસભા ચુંટણીની તૈયારીઓ પણ જાેરશોરથી ચાલી રહી છે આવામાં ચુંટણી પહેલા લાલુ યાદવની જામીનની સુનાવણી ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે હાલ લાલુને રાચીની રિમ્સમાં સારવાર ચાલી રહી છે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી રિમ્સ નિદેશકના બગલામાં રાખવામાં આવ્યા છે. એ યાદ રહે કે સીબીઆઇના વિશેષ અદાલતમાં લાલુ યાદવને ચાઇબાસા કોષાગારથી ૧૯૯૨-૯૩માં ૩૩ કરોડ ૬૭ હજાર ગબનના મામલામાં પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી આ આ મામલામાં લાલુ પ્રસાદ યાદવ સજા કાપી રહ્યાં હતાં પરંતુ બીમાર હોવાને કારણે રિમ્સમાં દાખલ થઇ સારવાર કરાવી રહ્યાં છે ચારા કૌભાંડ લગભગ સાઢા નવસો કરોડ રૂપિયાનું છે.HS