ઘાસ ચરવા માટે બકરીઓ ભાડે રાખો ! નવા બિઝનેસ આઈડીયાથી લોકો વિચારતા થયાઃ લાખોમાં કમાણી

(એજન્સી)લંડન, ગાય અને ભેંસ ઉપરાત લોકો ગ્રામ્ય વિસ્તારમાં બકરીઓ તેમના ઘરે રાખે છે. ખેડૂતો પશુઓને ચરાવવા અને છોડવા માટે ખેતરોમાં લઈ જાય છે., જેથી તેઓ ઘાસ ખાઈ શકે. પરંતુ શું તમે કયારેય વિચાર્યું છે કે ઘાસ ચરાવવું પણ એક ધંધો હોઈ શકે છે ? જાે નહીં, તો તમારે આ સમાચાર અવશ્ય વાંચવા જાેઈએ કારણ કે એક પરીવારે પોતાના અનોખા બિઝનેસ આઈડીયાથી લોકોને ચોકાવી દીધા છે. હા, બ્રિટનમાં અવશ્યક એક એક પરીવાર તેમના અનોખા બિઝનેસ આઈડીયા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે હેડલાઈન્સ બનાવી છે.
સાઉથ વેલ્સ પરીવાર ગ્રાહકોને લોન મોવર બકરા પુરા પાડે છે. સામાન્ય રીતે તમે લોન ગ્રાસ કાપવા માટે મશીનનો ઉપયોગ થતો જાેયો હશે, પરંતુ પરીવારના સભ્યોએ બકરીઓ દ્વારા લોન કાપવાની એક દેશી રીત શોધી કાઢી છે. જાે કોઈ પરીવારને તેમના લોન ઘાસને ટુંકા કાપવાની જરૂર હોય. તો તેઓ કેટલાક બકરા માટે ડોન હાર્ટ અને તેના ભાગીદાર રીચાર્ડ વ્હાઈટનો સંપર્ક કરી શકે છ.
સાઉથ વેલ્સના કાર્માથનશાયરમાં એક દંપતી ર૦૦ થી વધુ બકરાઓ ધરાવે છે. જે તમામ કાપણી સેવાઓ માટે ભાડે આપવા માટે ઉપલબ્ધ છે.
ડોન અને રીચર્ડે ત્રણ વર્ષ પહેલા તેમનો અનોખો વ્યવસાય શરૂ કર્યો હતો. કે દરરોજ આઠ પાઉન્ડથી વધુ ઘાસ ખાવાથી બકરાના પેટ મજબુત થશે.
આ વિચાર સાથે કામ કરવા માટે દંપતીએ તેમના ફાયદા માટે પાલતુની મજબુત પાચનશકિતનો ઉપયોગ કરવાનં નકકી કર્યું સાથે વાત કરતા ડોન હોર્ટે કહયું છે. અમારી પાસે ર૦૦થી વધુ બકરીઓ છે. જેમાં ઘણી નાની બકરીઓ પણ છે. મારી પાસે દરેકના નામ અને ટેલીફોન નંબર સાથે અલગ અલગ કોલર છે.
બકરીઓ માત્ર ઘાસ ચરાવવા માટે નથી. ડોને કહયું બધી બકરીઓ માત્ર ઘાસ ચારતી નથી. પણ રસ્તાઓ પણ સાફ કરે છે. તેઓ નાની જગ્યાઓમાં જવા માટે સારા છે. જયાં તમે ટ્રેકટર, ભારે મશીનરી મોકલી શકતા નથી. અથવા વન્યજીવનેને સુરક્ષીત રાખવાની જરૂર નથી.
ડોને જણાવ્યુંકે તેણે બકરીઓ પર જીપીએસ કોલર લગાવ્યો છે. જીપીએસ વડે તે તેમના કામો પર નજર રાખે છે. દંપતીએ કહયું કે ઘાસ ચરાવવા માટે ત્રણ બકરીઓ પુરતી છે. પરંતુ મોટા વિસ્તારોમાં ૩૦ બકરાની જરૂર પડી શકે છે. દંપતીએ વધુમાં જણાવ્યું કે ૧૦ પાઉન્ડ ચુકવીને એક બકરીને સાત દિવસ માટે ભાડે રાખી શકાય છે. આ બિઝનેસમાંથી પરીવાર લાખોની કમાણી કરે છે.