ઘીકાંટા કોર્ટોમાં કામકાજ ચાલુ કરવા માટે જસ્ટીસને રજૂઆત
વકીલો આર્થિક પેકેજ માટે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચૂંટાયેલા સભ્યો સરકારમાં માગણી કરે કે રાજીનામા આપે
અમદાવાદ, કોરોનાની મહામારીને લીધે રાજયની કોર્ટોમાં કામકાજ બંધે છે. ત્યારે અમદાવાદની સ્મોલ કોર્ટસ બાદ અમદાવીદ ક્રીમીનલ કોર્ટસ બાર એસો. દ્વારા ફિઝિકલ ફાઈલીંગ શરુ કરવા માટે ચીફ જસ્ટીસ ઓફ ગુજરાત, રજિસ્ટ્રાર જનરલ અને ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રિટને પત્ર લખીને માંગણી કરી છે. બીજી તરફ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટોના કર્મચારીઓને કોરોના ટેસ્ટ કરાવતા ત્રણ કર્મચારીઓ પોઝિટિવ આવ્યા હતા.
જયારે છેલ્લા ચાર માસથી કોર્ટોના કામકાજ બંધ રહેવાથી રાજયના ૮૫ ટકા વકીલોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા વકીલોને આર્થિક પેકેજ સરકારમાંથી મળે તે માટે કોઈ પ્રયાસ કરવામાં આવતો નથી. અમદાવાદ ક્રીમીનલ કોર્ટ બાર એસો. દ્વારા ચીફ જસ્ટીસ ઓફ ગુજરાત અને ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટને પાઠવેલ પત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે મોટાભાગના વકીલો પાસે નેટની વ્યવસ્થા નથી, તો કેટલાક વકીલો સાદો મોબાઈલ વાપરી રહ્યા છે.જેના લીધે તેમને બીજાની ઉપર આધાર રાખવો પડે છે.
જેથી અમદાવાદ ક્રીમીનલ કોર્ટસમાં તાકીદની અસરથી ફીઝકલ કોર્ટ કાર્યવાહી શરુ કરવી જોઈએ. કોરોનાને લીધે છેલ્લા ચાર માસથી કોર્ટોમાં કામકાજ બંધ હોવાથી વકીલોની આર્થિક હાલત કફોડી થઈ ગઈ છે, સરકાર દ્વારા કોઈ આર્થિક મદદ આપવામાં આવી નથી. અમદાવાદ ક્રીમીનલ કોર્ટસના વકીલોને જણાવ્યા મુજબ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચૂંટાયેલા સભ્યો સરકારમાંથી આર્થિક મદદ ના મેળવી શકતા હોય તો તેમને રાજીનામા ધરી દેવા જોઈએ.
સરકારની વાહ વાહ કરવાની હોય તો બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સભ્યો તુરત પહોંચી જાય છે. ત્યારે ચાર માસથી બેકાર વકીલોને ઘર ખર્ચ કેવી રીતે ચલાવી રહ્યા છે તો સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં આજે કોરોના ટેસ્ટ કરાવતા ત્રણ કર્મચારીઓને પોઝિટિવ આવ્યો હતો. બાદમાં વકીલ મંડળ દ્વારા કોર્ટના કર્મચારીઓ જલ્દી સાજા થાય તે માટે વોટસએપ મેસેજ ફરતા કર્યા હતા.