ઘૂંટણ અને થાપા પ્રત્યારોપણ માટે સૌપ્રથમ MAKO રોબોટિક આર્મ- આસિસ્ટેડ ટેકનોલોજી અમદાવાદમાં લોન્ચ કરાઈ
અમદાવાદઃ અમદાવાદે ઘૂંટણ અને થાપા પ્રત્યારોપણમાં મહત્ત્વપૂર્ણ સિદ્ધિ પાર કરી છે, કારણ કે તે દુનિયામાં સૌથી વ્યાપક રીતે અપનાવવામાં આવતી US FDA માન્ય MAKO રોબોટિક આર્મ- આસિસ્ટેડ ટેકનોલોજી ધરાવનાર ગુજરાતનું પ્રથમ શહેર બન્યું છે.
ગુજરાતમાં સૌપ્રથમ MAKO સિસ્ટમ સેવિયર હોસ્પિટલમાં ગોઠવવામાં આવી છે, એમ યુએસમાં વડામથક ધરાવતી અગ્રણી વૈશ્વિક મેડિકલ ડિવાઈસ કંપની સ્ટ્રાઈકર ઈન્ડિયા અને અમદાવાદ શહેરમાં નામાંકિત હોસ્પિટલ સેવિયર હોસ્પિટલ દ્વારા સંયુક્ત રીતે જારી અખબારી યાદીમાં જણાવ્યું છે.
આ લોન્ચ સેવિયર હોસ્પિટલ અને સ્ટ્રાઈકર માટે ઘૂંટણ અને થાપાના સાંધાના દુખાવાથી પીડાતા દર્દીઓ માટે અત્યાધુનિક ટેકનોલોજી અને ટ્રીટમેન્ટ લાવવાના પ્રયાસમાં મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. MAKO રોબોટિક આર્મ- આસિસ્ટેડ સર્જરી સિસ્ટમથી સર્જનો વધુ અચૂકતા સાથે વધુ ઉત્તમ ચિકિત્સકીય પરિણામો પ્રદાન કરી શકે છે.
પારંપરિક અને MAKO રોબોટિક આર્મ- આસિસ્ટેડ સર્જરી વચ્ચે તફાવત પર ભાર આપતાં સેવિયર હોસ્પિટલના જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિભાગના હેડ ડો. એચ પી ભાલોડિયાએ પારંપરિક સર્જરીમાં સર્જનના અનુભવ અને ટેક્નિક પર સૌથી વધુ આધાર રાખતી ચિકિત્સકીય અચૂકતાની બાબતમાં કેવા પડકારો છે તે સમજાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે MAKO રોબોટિક આર્મ- આસિસ્ટેડ સર્જરીમાં અચૂક બોન કટ્સ માટે સૌપ્રથમ વર્ચ્યુઅલ 3D મોડેલ પર અને ત્યાર પછી ઓપરેશન થિયેટરમાં એમ દરેક વખતે સર્જનને વધુ સક્ષમ કરે છે. MAKO સાથે અમે અમારા દર્દીઓ વિશે અગાઉ કરતાં વધુ જાણી શકીએ છીએ અને ઓછા કટ કરવા પડે છે.
અમુક દર્દીઓ માટે મુલાયમ ટિશ્યુને ઓછી હાનિ થાય છે અને અન્યો માટે હાડકાનું વધુ બચાવ. અમે સર્જરી કરેલા પ્રથમ ૧૪ દર્દીઓએ પ્રોત્સાહનજનક પરિણામો બતાવ્યાં છે. MAKOમાં બોન કટ્સ અને ઈમ્પ્લાન્ટ પ્લેસમેન્ટની ઉચ્ચ અચૂકતા આપે છે અને દર્દીને સર્જરી પછી લગભગ કુદરતી ઘૂંટણ હોય તેવો અનુભવ થાય છે.
હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. ઋષય ભાલોડિયાએ ઉમેર્યું હતું કે પારંપરિક ની રિપ્લેસમેન્ટ સર્જરીઓએ છેલ્લા લગભગ ત્રણ દાયકામાં અસરકારક રીતે દર્દીઓના જીવનમાં સુધારણા લાવી દીધી છે ત્યારે MAKO સિસ્ટમ અમારી અચૂકતાને નોંધપાત્ર રીતે બહેતર બનાવશે.
ચિકિત્સકીય સાહિત્ય દ્વારા સૂચિત અનુસાર અને આ ટેકનોલોજી સાથે અમારા આરંભિક અનુભવો અનુસાર અમને અચૂક નિયોજન અને બોન કટ્સ, હાડકા અને મુલાયમ ટિશ્યુનું વધુ સંવર્ધન, સર્જરી પછી ઓછી પીડા, ઝડપી રિકવરી, ઝડપી ડિસ્ચાર્જ અને લોહી ઓછું વહેવું જેવા ભરપૂર લાભો દર્દીઓમાં જોયા છે.
ટેકનોલોજી પર બોલતાં ડો. એચ પી ભાલોડિયાએ જણાવ્યું હતું કે હાલમાં થનારી જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં પ્રભાવશાળી પરિવર્તન લાવવા માટે MAKO ખૂબ જ સક્ષમ છે. MAKO જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી જે રીતે હાથ ધરાય છે તેમાં પરિવર્તન લાવવાની સંભાવના ધરાવે છે. બજારમાં અનેક ટેકનોલોજીઓ ઉપલબ્ધ છે
ત્યારે અમે અન્ય ટેકનોલોજીઓમાં ટ્રાન્સફરેબલ નથી તેવાં મજબૂત ચિકિત્સકીય પરિણામોને ધ્યાનમાં લેતાં માકોની પસંદગી કરી છે. મને ખાતરી છે કે એક દિવસ એવો આવશ જ્યારે આ ટેકનોલોજી દરેક ઓપરેશન રૂમમાં સંભાળનું ધોરણ બની રહેશે. અમને વિશ્વ કક્ષાની સંભાળ ગુજરાતમાં દર્દીઓના દ્વારે લાવવામાં બેહદ ગૌરવની લાગણી થાય છે.
દરેક દર્દીના હાડકાની રચના અલગ હોય છે અને આર્થ્રાઈટિસ રોગી સાંધાને વધુ નબળા બનાવી શકે છે. ઘૂંટણ અને થાપાની સર્જરીના કિસ્સામાં MAKO સિસ્ટમનું સોફ્ટવેર દર્દીના CT SCANને આધારે રોગી સાંધાનું ૩ડી મોડેલ નિર્માણ કરવામાં મદદ કરે છે. સોફ્ટવેર તે પછી દરેક દર્દીની ચોક્કસ રોગની સ્થિતિને આધારે પર્સનલાઈઝ્ડ વર્ચ્યુઅલ સર્જિકલ નિયોજન નિર્માણ કરવામાં મદદ કરે છે.
આ નિયોજન ઓપરેશન થિયેટરમાં પ્રવેશ કરવા પૂર્વે કરવામાં આવે છે, જેથી અત્યંત અચૂક બોન કટ્સ અને ઈમ્પ્લાન્ટ્સના એલાઈનમેન્ટ નક્કી કરવામાં મદદ થાય છે. ટેકનોલોજી સર્જનને આવશ્યક હોય તો સર્જરી દરમિયાન નિયોજન સુધારવામાં મદદ કરે છે. નિયોજન પૂરું થયા પછી MAKO રોબોટિક આર્મ- આસિસ્ટેડ સર્જરી સિસ્ટમ સર્જનને ઓપરેશન થિયેટરમાં બોન કટ્સનો અમલ કરવામાં સહાય કરે છે.
અજોડ હેપ્ટિક ટેકનોલોજી સર્જન નિર્માણ કરેલી વર્ચ્યુઅલ સીમાઓમાં રહે તેની ખાતરી રાખે છે. રોબોટિક આર્મ વર્ચ્યુઅલ સીમાની બહાર પ્રત્યક્ષ રીતે હલાવી શકાતો નહીં હોવાથી તે મુલાયમ ટિશ્યુનું સંવર્ધન થાય છે. આને કારણે બોન કટ્સ, ઈમ્પ્લાન્ટ્સની પોઝિશનિંગ અત્યંત અચૂક થાય છે અને મુલાયમ ટિશ્યુનું કોઈ પણ ઈજાથી રક્ષણ થાય છે.
આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ પર સેવિયર હોસ્પિટલને અભિનંદન આપતાં સ્ટ્રાઈકર ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રીમતી મીનાક્ષી નેવતિયાએ જણાવ્યું હતું કે અમને સેવિયર હોસ્પિટલ સાથે ભાગીદારી કરવાની બેહદ ખુશી છે અને સ્ટ્રાઈકર માટે દેખીતી રીતે જ આ ગૌરવશાળી અવસર છે.
દર્દીનાં પરિણામ સુધારવા અને આરોગ્ય સંભાળને બહેતર બનાવવાના નવા ઈનોવેશન્સ લાવવાના અમારો સામાન્ય ધ્યેય અત્યંત વિશેષ હોસ્પિટલ સાથે અમારી ભાગીદારીને બહેતર બનાવે છે. અમને ગુજરાતમાં ઘૂંટણ અને થાપાના પ્રત્યારોપણની જરૂર ધરાવતા દર્દીઓને સેવા આપવા માટે સંભવિત પ્રભાવ વિશે બહુ જ રોમાંચિત છીએ.
૧૦૦૦થી વધુ MAKO સિસ્ટમ્સ (અને હજુ વધી રહ્યું છે)ના સૌથી વિશાળ વૈશ્વિક ઈન્સ્ટોલ આધાર અને દુનિયાભરમાં લગભગ ૫૦૦,૦૦૦ MAKO પ્રક્રિયાઓ અને ૨૫૦થી વધુ પ્રકાશનો પ્રસિદ્ધ થવા સાથે સમોવડિયાઓનાં સમીક્ષા અધ્યયનો MAKO રોબોટિક આર્મ- આસિસ્ટેડ ટેકનોલોજીની ચિકિત્સકીય શક્તિ સ્થાપિત કરે છે.