ઘૂસણખોરી બાદ ચીને પોતાના ભવિષ્યને ખતરામાં મૂકી દીધું
નવી દિલ્હી: ચીનમાં વધુ એક ક્રૂર શુદ્ધિકરણ થવાનું છે. શાસક શી જિનપિંગ જે પહેલાથી જ સુધાર અભિયાન અને શત્રુઓના મોટાપાયે સફાયાની સાથે કમ્યુનિસ્ટ પાર્ટીમાં ઉલટફેર કરી રહ્યા છે. હવે તેઓએ હાલમાં ભારતીય ક્ષેત્રમાં હાઇ-પ્રોફાઇલ ઘૂસણખોરી કરાવ્યા બાદ પોતાના ભવિષ્યને ખતરામાં મૂકી દીધું છે. શી જિનપિંગ માટે એક દુર્ભાગ્યની વાત છે કે ભારત સામે ભરેલા તેમના આક્રમક પગલાંમાં તેમની પીપલ્સ લીબરેશન આર્મી સંપૂર્ણપણે ફ્લોપ થઈ ગઈ છે. ભારતીય સરહદ પર ચીની સેનાની નિષ્ફળતાના પોતાના પરિણામ હશે. પ્રારંભિક રીતે જિનપિંગ આ બાબતનો ફાયદો ઉઠાવતાં સશસ્ત્ર દળોમાં વિરોધીઓના બદલે પોતાના વફાદાર લોકોને લાવવાના કામને વેગ આપવા માટે એક બહાનું મળી ગયું છે. એવામાં કેટલાક લોકોને સજા મળવી નક્કી છે.
તેમાં પણ અગત્યની વાત એ છે કે આ નિષ્ફળતાઓ ચીનના આક્રમક શાસક- જે પાર્ટીના કેન્દ્રીય સૈન્ય આયોગના અધ્યક્ષના રૂપમાં, પીએલએના નેતા પણ છે, ભારત પર વધુ એક આક્રમક હુમલા માટે પ્રેરિત કરે છે. મે મહિનાની શરૂઆતતી જ ચીની સેના ન્છઝ્રના દક્ષિણમાં વધી છે.
ન્છઝ્ર બંને દિગ્ગજ દેશોની વચ્ચે અસ્થાયી સરહદ છે, જેની પર મુખ્ય રૂપે હિમાલયના ઊંચાઈવાળા લદાખમાં ત્રણ અલગ-અલગ ક્ષેત્રોમાં ચીન આગળ વધ્યું છે. સરહદ યોગ્ય રીતે પરીભાષિત નથી અને વર્ષોથી ચીની સૈનિક ભારત-નિયંત્રિત ક્ષેત્રમાં ઘૂસતા રહ્યા છે. વિશેષ રીતે નવેમ્બર ૨૦૧૨માં જિનપિંગ પાર્ટી મહાસચિવ બન્યા બાદથી આ ગતિવિધિઓમાં તેજી આવી છે.
મે મહિનાની ઘટનાઓએ ભારતને આશ્ચર્યચકિત કરી દીધી. ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રસીસના ક્લિયો પાસ્કલે ન્યૂઝવીકને જણાવ્યું કે, એપ્રિલમાં રશિયાએ ભારતને આશ્વાસન આપ્યું હતું કે તિબેટ સ્વાયત્ર ક્ષેત્રમાં મોટાપાયે ચાલી રહેલા ચીની સૈન્ય પ્રયાસ સરહદ પર ભારત પર કોઈ કાર્યવાહી માટે પગલાંની તૈયારી નથી. આ નિયમોઅન્ય રાષ્ટ્ર એ નોટિસ કરશે કે ચીનની સેનામાં કંઈક કમી છે. પીએલએ પોતાની કુલ ક્ષમતાને જોડવાથી આવનારી સંખ્યાથી ઓછી કેમ છે? આ સેનાનું સંચાલન અતિશય રાજકીય નિયંત્રણના કારણે થઈ શકે છે. એક એવી સમસ્યા જે તમામ કમ્યુનિસ્ટ સેનાઓમાં હોય છે.