ઘેટાને મળી જેલની સજા, એક મહિલાની હત્યાનો આરોપ

નવીદિલ્હી, તમે આજ સુધી માણસોને કોઈ પણ ગુના માટે સજા થતી જાેઈ હશે કે સાંભળી હશે, પરંતુ હાલમાં જ આફ્રિકન દેશ દક્ષિણ સુદાનમાં એક પ્રાણીને હત્યાની સજા આપવામાં આવી છે.
દક્ષિણ સુદાનમાં એક મહિલાની હત્યા કરવા બદલ ઘેટાને ૩ વર્ષની જેલમાં મોકલવાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. આરોપી ઘેટાંએ ૪૫ વર્ષીય વૃદ્ધ મહિલા અધિયુ ચપિંગને તેના શિંગડા વડે માર માર્યો હતો. આ ઘેટાંએ મહિલાની પાંસળી પર હુમલો કર્યો અને વૃદ્ધ મહિલાનું તાત્કાલિક મૃત્યુ થયું.
મળતી માહિતી મુજબ, આ ઘેટાંએ મહિલાની છાતી પર અનેક વાર કર્યા, જેના કારણે તેનું મોત થઈ ગયું. ઘેટાંને હવે સજા તરીકે આર્મી કેમ્પમાં ત્રણ વર્ષ સુધી સેવા આપવી પડશે. દોષિત ઘેટાંને દક્ષિણ સુદાનના વડીલો દ્વારા સજા કરવામાં આવી છે.
બીજી તરફ, મૃતક મહિલાના પરિવારને ‘ખૂન કા બદલા ખૂન’ના નિયમ હેઠળ ઘેટાંના માલિક ડુઓનય મન્યાંગ દ્વારા વળતર તરીકે ૫ ગાયો પણ આપવામાં આવશે.
આ અંગે પોલીસે કહ્યું કે, ‘પોલીસ તરીકેની અમારી ભૂમિકા સુરક્ષા પૂરી પાડવાની અને ઝઘડાનો અંત લાવવાની છે. આ ઘેટાંને પકડવામાં આવ્યું છે અને હાલમાં તેને પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યું છે.” તે જ સમયે, અધિકારીઓનું કહેવું છે કે સ્થાનિક વડીલો સાથેની વાતચીતમાં, બંને પરિવારો સંમત થયા છે કે ઘેટાંના માલિકે તેમને ગાય આપવી પડશે.
આફ્રિકામાં ગાયને એક સંપત્તિ તરીકે જાેવામાં આવે છે અને તેના માટે અનેક આદિવાસીઓ પોતાના જીવની લડાઈ લડે છે. કાઉન્ટીના એડમિનિસ્ટ્રેટર પોલ અધોંગે જણાવ્યું હતું કે ઘેટાંના માલિક અને પીડિત બંને એકબીજા સાથે જાેડાયેલા અને પડોશીઓ છે.
એ વાત પર પણ સહમતિ સધાઈ છે કે જ્યારે આ ઘેટાંને જેલમાંથી મુક્ત કરવામાં આવશે ત્યારે તે મૃતક મહિલાના પરિવારને ભેટ તરીકે આપવામાં આવશે. બંને પરિવારોએ પોલીસની સામે સમજૂતી કરી છે.HS1Ms