ઘોઘંબાની કંપનીમાં બ્લાસ્ટ બાદ આગથી બેનાં મોત

ઘોઘંબા, ઘોઘંબાના રણજીતનગરમાં આવેલી જીએફએલકંપનીમાં બ્લાસ્ટ અને ત્યાર બાદ આગ ફાટી નીકળવાનીઘટના બની છે. જેમાં મોટી સંખ્યામાં કામદારો દાઝ્યા હોવાના સમાચાર મળી રહ્યાછે. આ દૂર્ઘટનામાં બેવ્યક્તિનું મોત નીપજ્યુ છે જ્યારે ૯ લોકોના ઘાયલથવાના સમાચાર મળી રહ્યા છે.
કંપનીના જીપીપી ૧ પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો.વિસ્ફોટ બાદ છ એમ્બ્યૂલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. જેમા તમામ ઘાયલોને હાલોલસારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વિસ્ફોટ બાદ નજીકની સ્કૂલને ખાલીકરાવવામાં આવી છે.
રણજીતનગરનીકંપનીમાં થયેલા બ્લાસ્ટના ધડાકા ૧૦ કિમી દૂર સુધી સંભળાયા હતા. ૫ કિ.મી.સુધીના વિસ્તારમાં વાહન-વ્યવહાર અને સામાન્ય લોકોની અવર-જવર બંધ કરી દેવાઈછે. જેના કારણે આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે. સેફ્ટી કીટપહેરીને ટીમો કંપનીની અંદર પ્રવેશી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગેમળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, આ કંપનીમાં બે બોઇલર ફાટ્યાની માહિતી સામેઆવી રહી છે. આ સાથે જિલ્લા પોલીસ વડા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે.
આઆગ બૂઝવવા માટે વડોદરાથી પણ ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી છે.કંપનીનો અંદરનો માહોલ અત્યંત ભયાનક છે, તેથી કેટલાક લોકો ફસાયા છે અનેકેટલા લોકો બહાર નીકળ્યા છે તે હજી સુધી સ્પષ્ટ થયુ નથી. કામદારોની યાદીસાથે નામને વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે.
ભયાનક ઘટનામાં મોટી સંખ્યામાંમોતની આશંકા સેવાઇ રહી છે. ઇજાગ્રસ્તોને હાલોલની ખાનગી અને રેફરલહોસ્પિટલમાં લવાઇ રહ્યા છે. કંપનીમાં એસીમાં વપરાતો રેફરન ગેસ બનતો હતો.ઘટના અંગે મળેલી માહિતી મુજબ સદભાગ્યે ગેસનાં ટેન્કરો લીક થયાં નથી અનેફાયરબ્રિગેડની ટીમો આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. સાવચેતીનાભાગરૂપે રણજિતનગરની આસપાસના રસ્તાઓ બ્લોક કરી દેવાયા છે. ઘટનાને જાેતાંમૃત્યુઆંક મોટો હોવાની વાતને નકારી શકાય નહીં.SSS