ઘોઘંબા તાલુકાના ખાનપાટલા ગામે ચાડીયાનો મેળો યોજાયો
(પ્રતિનિધિ)ગોધરા પંચમહાલ જિલ્લામાં હોળી પર્વની ઉજવણી બાદ ભાતીગળ મેળા યોજાઈ છે જે પૈકી મહત્તમ મેળા સાથે આસ્થા જાેડાયેલી છે.એવો જ એક મેળો જે ઘોઘમ્બા તાલુકાના ખાનપાટલા ચાડીયા ના મેળા તરીકે યોજાઈ છે.
જેમાં ગામના દંપતી દ્વારા પૂજા અર્ચના બાદ એક ઊંચા વૃક્ષ ઉપર ચુંદડીમાં શ્રીફળ બાંધવામાં આવે છે.આ શ્રીફળ અને ચૂંદડી લેવા માટે સંતાન પ્રાપ્તિ ઇચ્છતો યુવક વૃક્ષ ઉપર ચડે છે.દરમિયાન યુવક આ શ્રીફળ ચઢતી વેળા એ અને લઈ પરત નીચે ઉતરે ત્યારે ઉપસ્થિત ગામની યુવતીઓનો મીઠો માર સહન કરવો પડે છે.
પરંતુ યુવક પણ સલામતી માટે સતર્કતા દાખવી ઉતરી જાય છે.અહીં ના સ્થાનિકોના જણાવ્યા મુજબ કોઈપણ નિઃસંતાન દંપતીની માનતા અહીં પૂર્ણ ના થઇ હોય એવું આજ સુધી બન્યું નથી.વળી યુવતીઓ દ્વારા શેરડીના સોઠા દ્વારા મારવાની પ્રથાને અહીંના સ્થાનિકો સંતાન પ્રાપ્તિ ઇચ્છતા યુવકની કસોટી માને છે
એટલે કે ભગવાન તેને સંતાન પ્રાપ્તિની બાધા પૂર્ણ કરતાં પહેલાં તેના ધૈર્યની પરીક્ષા કરે છે. આમ યુવતીઓના માર ની પરંપરા વચ્ચે પણ સંતાન વાંચ્છુઓ નીડર બની માનતા પુરી કરતા જાેવા મળી રહ્યા છે.