Western Times News

Gujarati News

ઘોઘાના માછીમારોની જાળમાં દુર્લભ માછલીઓ પકડાઈ

ઘોઘા, બોલિવુડની એક ફિલ્મનું સોન્ગ છે ને, દેનેવાલા જબ ભી દેતા દેતા છપ્પર ફાડ કે, આવું જ કંઈક ઘોઘાના માછીમારો સાથે થયું છે. જેઓ લોટરી લાગી હોય તેમ રાતોરાત લખપતિ બની ગયા છે. દરિયામાં માછીમારી દરમિયાન ઝાળમાં દુર્લભ માછલીઓનું ઝુંડ ફસાયું હતું, જેની કિંમત ૧૧ લાખ કરતા વધુ થાય છે. ઘોઘાના ચાર માછીમારો જ્યારે દરિયામાં બોટ લઈને માછીમારી કરવા ગયા હશે ત્યારે તેમણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તેનું નસીબ બદલાવાનું છે અને એક દિવસમાં તેઓ લખપતિ બની જવાના છે.

સામાન્ય દિવસની જેમ ગત ગુરુવારે રાતે ઘોઘાના માછીમારો બોટ લઈને ભરુચ પાસેના કાવી કંબોઈ પાસેના દરિયામાં માછલી પકડવા ગયા ત્યારે તેમની જાળીમાં એક સાથે કુંટ માછલીનું આખું ઝુંડ ફસાયું હતું, ત્યારબાદ માછીમારો પોતાની બોટલમાં આ માછલીઓ લઈને ઘોઘા બંદર આવ્યા હતા. જ્યાં ગણતરી કરતાં ૨૩૨ માછલીઓ હતી અને તેનુ વજન ૨૪૭૭ કિલો થયું હતું. વેરાવળના એક વેપારીએ ૨૩૨ માછલીઓની ખરીદી કરી હતી.

આ માછલીનો એક કિલોનો ભાવ ૪૮૦ રૂપિયા છે અને તેથી તેના ૧૧,૮૮,૯૮૦ રૂપિયા થયા હતા. મા માછલીઓને બાદમાં વાહન મારફતે વેરાવળ મોકલવામાં આવી હતી. ઘોઘાના આ માછીમારોને આટલી મોટી માત્રામાં કુંટ માછલીઓ મળી હોવાની વાત બધી જગ્યાએ ફેલાઈ ગઈ હતી. તેથી મોટી સંખ્યામાં લોકો તેને જાેવા માટે ઉમટ્યા હતા. આ કુંટ માછલીઓના અંગોના ઔષધીય ગુણોના કારણે પૂર્વ એશિયામાં તેની કિંમત ઘણી વઘારે હોય છે. કુંટ માછલી સામાન્ય રીતે સિંગાપોર, મલેશિયા, ઈન્ડોનેશિયા, હોંગકોંગ અને જાપાનમાં નિકાસ કરવામાં આવે છે. કુંટ માછલીની ચામડી અને ફેફસાનો ઉપયોગ દવાઓ સિવાય કોસ્મેટિક પ્રોડક્ટ્‌સ બનાવવામાં પણ થાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.