ઘોડાએ સ્થાનિકોને બચકા ભરી આખો વિસ્તાર માથે લીધો

ગોધરા, ગોધરા શહેરનાં લીલેસરા વિસ્તારમાં એક ઘોડો બેકાબુ થઇ ગયો હતો. તેને હડકવા થતા તેણે બે રાહદારીઓને બચકા ભરી લીધા હતા. ઘોડા દ્વારા ઇજા પહોંચતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
જાેકે આ મામલે સ્થાનિક પાલિકાનાં માજી સભ્યએ નગરપાલિકા ફાયર ટીમની મદદ લઇ અડધો કલાકની જહેમત બાદ ઘોડાને પકડવામાં સફળતા હાંસેલ કરી હતી. જે બાદ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બે ઈજાગ્રસ્ત માંથી એક ઈજાગ્રસ્ત હાલ સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં છે.
ઘોડો બેકાબૂ થયાની જાણ થતા જ ૧૯૬૨ હેલ્પલાઇન ટીમે દોડી આવી ઘોડાની તબીબી ચકાસણી કરી હતી જેમાં સામે આવ્યું હતું કે, ઘોડાને હડકવાનાં લક્ષણો છે. જેથી ઘોડાને ર્નિજન સ્થળે ખસેડવામાં આવ્યો હતો જે બાદ વિસ્તારના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.
લીલેસરા વિસ્તારમાં છેલ્લાં કેટલાંક દિવસોથી એક ઘોડો રખડી રહ્યો હતો.આ ઘોડાએ શુક્રવારે વિસ્તારમાં નજીકથી પસાર થતાં રાહદારીઓ પાછળ દોટ મુકી કરડવાનો પ્રયાસ કર્યો હતો જે બાદ રહીશોમાં ભય છવાઇ ગયો હતો.
બીજી તરફ બેકાબુ બનેલા ઘોડાએ એક જ દિવસમાં બે રાહદારીઓ ઉપર અચાનક હુમલો કર્યો હતો. જેમાં હારૂનભાઈ મન્સૂરી પોતાના ઘર આંગણે ઉભા હતા એ સમયે આ ઘોડો તેઓ સામે આવી ગયો હતો. તેમણે બચાવ માટે પોતાનો હાથ આગળ કર્યો હતો એ તો ઘોડાએ તેઓના હાથનાં અંગુઠાને બચકું ભરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
જેથી તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હારુન ભાઇને અંગુઠાનાં ભાગે ઓપરેશન કરાવવું પડ્યું છે. આ ઉપરાંત સાવલીવાડ વિસ્તારમાં રહેતાં રોહિલ ભાઈ મન્સૂરી પોતાની દુકાન ગોન્દ્રા વિસ્તારમાં આવેલી છે ત્યાં જઈ રહ્યા હતા દરમિયાન ઘોડાએ અચાનક તેઓને પીઠના ભાગે બચકું ભરી લીધુ હતું. જે બાદ તેમને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.SSS