ઘોર પરિવારવાદીઓને પસંદ નથી આવતું ભારતનું પરાક્રમ
પીએમ મોદીએ સપા-કોંગ્રેસ પર નિશાન સાધ્યું -પીએમ મોદીએ કહ્યું કે, અમે ઓપરેશન ગંગા ચલાવીને યુક્રેનમાંથી હજારો ભારતીયોને પરત લાવી રહ્યાં છીએ
બસ્તી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના બસ્તીમાં એક જનસભાને સંબોધિત કરતા નામ લીધા વગર સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે. પીએમ મોદીએ કહ્યુ કે, અમે ઓપરેશન ગંગા ચલાવીને યુક્રેનમાંથી હજારો ભારતીયોને પરત લાવી રહ્યાં છીએ.
આપણા જે પુત્ર-પુત્રી ત્યાં છે, તેને સંપૂર્ણ સુરક્ષા સાથે પોતાના ઘરે પહોંચાડવા માટે સરકાર દિવસ-રાત કામ કરી રહી છે. પરંતુ ભારતનું આ પરાક્રમ દિલ્હી અને યુપીમાં બેઠેલા કેટલાક ઘોર પરિવારવાદીઓને પસંદ આવતું નથી. આ લોકો આજે પણ આપણી સેનાઓ પાસે પૂરાવા માંગે છે, તેની ક્ષમતા પર વિશ્વાસ કરતા નથી. તેથી આવા લોકોથી યુપીની જનતાએ ખુબ સપર્ક રહેવું પડશે.
પીએમ મોદીએ કહ્યુ, જે લોકો દેશની સેનાઓની જરૂરીયાતને હંમેશા નજરઅંદાજ કરતા રહ્યા, તે પરિવારવાદી દેશને મજબૂત ન કરી શકે. જે લોકોના દિલ, દેશમાં બોમ્બ ધમાકા કરાવનાર આતંકીઓ માટે ધડકે છે, તે ક્યારેય દેશને સશક્ત નહીં બનાવે. પહેલાની સરકારોની જે નીતિઓ હતી, તેણે વિદેશથી સામાન મંગાવવા પર ભાર આપ્યો.
આ લોકોને ભારત બીજા દેશો પર ર્નિભય રહે તે સારૂ લાગે છે. તેને માત્ર કમીશન નજર આવે છે, તેથી આ લોકો ક્યારેય આર્ત્મનિભર ભારતની વાત કરતા નથી. કમિશન પર જીવતા ક્યારેય કિસાન હિત અને રાષ્ટ્રહિત માટે પગલા ન ભરી શકે. આ કોઈ જાતિના નથી હોતા, કોઈ સમાજના નથી હોતા.
તેના માટે પોતાનો સ્વાર્થ સૌથી મોટો છે. પાછલી ચૂંટણીમાં સપા-કોંગ્રેસ ગઠબંધન પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યુ, ‘૨૦૧૭માં જેને સાથે લઈને ફરતા હતા, ૨૦૧૯માં તેનો સાથ છોડી બાજાને સાથે લીધા. પછી તેનો સાથ છોડી દીધો. ૨૦૨૨માં નવા સાથી લઈને આવ્યા.
જે પોતાના સાથીઓને છોડી દે તે તમારો સાથ શું આપશે.’ પીએમ મોદીએ કહ્યુ, ‘આજે ૫માં તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આજનું મતદાન યુપીમાં ભાજપ-એનડીએની પ્રચંડ બહુમતવાળી સરકાર પર વધુ એક સ્ટેમ્પ લગાવવાનું છે. યુપીને તોફાન મુક્ય બનાવવા માટે, ગુંડામુક્ત બનાવી રાખવા માટે, યુપીના વિકાસ માટે, લોકોના ભરપૂર આશીર્વાદ મળી રહ્યાં છે.
આજે ચંદ્રશેખર આઝાદ જીના બલિદાન દિવસ પર દેશ પોતાના સપૂતને યાદ કરી રહ્યો છે. કાલે બાલાકોટ એરસ્ટ્રાઇકના ત્રણ વર્ષ પૂરા થવા પર દેશે પોતાની વાયુસેનાના પરાક્રમને યાદ કર્યો. આપણા શૂરવીરોએ દેશને પડકાર આપનારને તેના ઘરમાં ઘુસી માર્યા હતા.’