ઘોલાર ગામના પરિવારને બંધક બનાવી લાખોની લુંટ મચાવી લુટારુ ફરાર
નવસારી જિલ્લાના ચીખલી તાલુકા ના ઘોલાર ગામમાં ધારદાર હથિયારો સાથે દિલધડક લુંટ રાજસ્થાની પરિવાર ને બંધક બનાવી લુંટ ચલાવી રાત્રી ના સમયે ધારદાર હથિયારો સાથે ઘરમા ઘુસી ને લુંટ ચલાવી રોકડ રકમ અને ઘરેણાં મળી અંદાજે અઢી લાખ રૂપિયાની લૂંટ ચલાવી લૂંટ ચલાવી લુટારુ ફરાર થઈ ગયા હતા.
નવસારી જીલ્લાના ચીખલી તાલુકાના ઘોલાર ગામે હનુમાન ફળીયામાં મહેન્દ્ર કુમાવત તેની પત્ની અને બાળકો તેમજ એક ભાડુઆત સાથે નિવાસ કે છે અને છેલ્લા ચાર વર્ષ થી અનાજ કરિયાણાની દુકાન ચલાવી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે
ત્યારે ગત રાત્રીના સમયે તેઓ પોતાના પરિવાર સાથે સુતા હતા એ સમયે તેમના ઘરમાં ચાર જેટલા લૂંટારૂ આવી એક લૂંટારૂ એ મહેન્દ્ર કુમાવત ની છાતી પર પગ મૂકી જો અવાજ કરશે તો જાન થી મારી નાખવાની ધમકી આપી ઘરના અન્ય સભ્યોને જગાડી એક રૂમમાં બંધક બનાવી ઘરમાં રાખેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી કુલ્લે ૨.૨૯ લાખ ની લૂંટ કરી આ ચારે લૂંટારૂ તમામને રૂમમાં બાંધી ને ફરાર થઈ ગયા હતા.
જોકે દુકાનમાં સીસીટીવી લગાવ્યા હતા પરંતુ તેનું ડીવીઆર પણ લૂંટારૂઓ સાથે લઈ ગયા હતા. જે અંગેની ફરિયાદ મહેન્દ્ર કુમાવતે ખેરગામ પોલીસ મથકમાં નોંધાવતા આગળની વધુ તપાસ ખેરગામ પોલીસે હાથ ધરી છે.