ચંડીગઢ પહોંચતા જ કંગનાએ લખ્યું લાગે છે કે આ વખતે હું બચી ગઇ
ચંડીગઢ, અભિનેત્રી કંગના રનૌત મુંબઇથી ચંડીગઢ પહોંચી અને ત્યાંથી તે પોતાના ઘરે મનાલી પહોંચી હતી કંગનાએ એહીં પહોંચતા જ ટ્વીટ કર્યું અને લખ્યું કે લાગે છે કે આ વખતે હું બચી ગઇ. તેણે લખ્યું કે ચંડીગઢમાં ઉતરતા જ મારી સિકયોરીટી નામમાત્ર રહી ગઇ છે. લોકો ખુશીથી અભિનંદન આપી રહ્યાં છે.એ યાદ રહે કે વિવાદ બાદ કંગનાને કેન્દ્ર સરકારે કડક સુરક્ષા આપી છે મુંબઇમાં તેની સુરક્ષા અને વધુ કડક બનાવવામાં આવી હતી.તેમણે ટ્વીટમાં સોનિયા ગાંધીને પણ નિશાન બનાવ્યા હતાં. કંગનાએ લખ્યું કે ચંડીગઢમાં ઉતરતા જ મારી સિકયોરિટી નામમાત્ર રહી ગઇ લોકો ખુશીથી અભિનંદન આપી રહ્યાં છે લાગે છે કે આ વખતે હું બચી ગઇ એક દિવસ હતો જયારે મુંબઇમાં માતાની આંચલની શીતલતા અનુભવતી હતી આજે તે દિવસ છે જયારે જાન બચી તો લાખો પાયે.
શિવસેનાથી સોનિયા સેના થતાં જ મુંબઇમાં આતંકી પ્રશાસનની બોલબાલા છે.ત્યારબાદ મનાવી રવાના થતા પહેલા કંગનાએ એક વધુ ટ્વીટ કર્યું અને તેમાં પણ સોનિયાને નિશાન પર લીધા કંગનાએ લખ્યું દિલ્હીનું દિલને ચીરીને ત્યાં આ વર્ષ લોહી વહેવડાવાયુ સોનિયા સેનાએ મુંબઇમાં આઝાદ કાશ્મીરના સુત્રો લગાવડાવ્યા આજે આઝાદીની કીમત ફકત અવાજ છે મને અમારી અવાજ આપે નહીં તો તે દિવસ દુર નથી જયારે આઝાદીની કીમત ફકત અને ફકત લોહી હશે.
કંગનાએ અહીના હાલત અંગે વાત કરી તેણે કહ્યું તે ખુબ જ ભારે મનથી મુંબઇથી જઇ રહી છે કારણ કે અહીં સતત મારી ઉપર હુમલા થઇ રહ્યાં છે અને ગંદી ગાળો આપવામાં આવી રહી છે તેમણે કહ્યું તેમને ડરમાં રાખવાનો સંપૂર્ણ પ્રયાસ થઇ રહ્યો છે.કામની જગ્યા પર કાર્યવાહી બાદ હવે ઘર પર પણ કાર્યવાહી કરવાનું આ લોકો વિચારી રહ્યાં છે મારી આસપાસ હંમેશા સુરક્ષાનો ઘેરો રહે છે હથિયારધારી રહે છે આ બધાથી સાબિત થાય છે કે મારૂ મુંબઇ માટે આપવામાં આવેલુ પીઓકે વાળું નિવેદન સત્ય છે.HS