ચંદા કોચરના પતિ દીપક કોચર ૧૯ સપ્ટેમ્બર સુધી ઇડીની હિરાસતમાં
નવીદિલ્હી, આઇસીઆઇસીઆઇ બેંકના પૂર્વ સીએમડી ચંદા કોચરના પતિ દીપક કોચરને પ્રવર્તન નિર્દેશાલયે ધરપકડ કરી લીધી છે અને મની લોન્ડ્રીંગ મામલામાં તપાસના સંબંધમાં સપ્ટેમ્બર ૧૯ સુધી ઇડીની હિરાસતમાં મોકલી આપ્યા છે. આઇસીસીઆઇસીઆઇ બેંકના દેવાદાર કંપની વીડિયોકોન ઇન્ડસ્ટ્રી દ્વારા દીપક કોચરની કંપનીમાં રોકાણ મુદ્દે તપાસ ચાલી રહી છે.આ મુદ્દે ઇડી અધિકારી દીપક કોચરની પુછપરછ પણ ચાલી રહી છે હવે સમાચાર છે કે દીપકની ઇડી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે દીપક કોચર વિરૂધ્ધ પ્રવર્તન નિર્દેશાલયે વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝને આપેલી લોનને દુરૂપયોગ કરવાનો આરોપમાં છે કેસ પણ દાખલ કર્યો છે.
સુત્રો અનુસાર દીપક કોકટરની વિરૂઘ્ઘ પુરતા પુરાવાઓ મળ્યા બાદ તપાસ એજન્સીએ તેમની પુછપરછ માટે બોલાવ્યા હતાં જયારે હવે તેઓ અનેક ટ્રાન્ઝેકશન અંગે સાચી અને પુરતી માહિતી નહીં આપે તો તેઓ અનેક ટ્રાન્ઝેકશન અંગે યોગ્ય અને સંતોષકારક જવાબ નહીં આપી શકયા નહોતા જેથી તુરંજ જ તેમની ધરપકડ કરવામાં આવી છે.
દીપક કોચરની ફર્મ ન્યુપાવર રિન્યુએબલ્સમાં ૨૦૧૦માં ૬૪ કરોડ વીડિયોકોન ગ્રુપના અને ૩૨૫ કરોડ રૂપિયા મૈટિકસ ફર્ટિલાઇઝર દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું આ રોકાણ આઇસીઆઇસીઆઇ બેંક પાસેથી લોન મળ્યા બાદ તુરંત નિર્દેશ લેવાયો હતો આગામી સમયમાં ચંદા કોચર માટે પણ મુશ્કેલી પેદા કરી શકે છે કારણે તપાસ એજન્સી વીડિયોકોન અને મૈટિકસ ઉપરાંત અન્ય કંપનીઓને લોન આપવા અંગે પણ તપાસ કરી રહ્યાં છે.તપાસ એજન્સી તે તમામ લોન્સની તપાસ કરી શકે છે જે ચંદા કોચરે આઇસીઆઇસીઆઇ બેંક પ્રમુખ હતાં દે દરમિયાન કંપનીને આપ્યા હતાં આ અગાઉ ઇડીએ ચંદા કોચર સંબંધિત સંપત્તિ પણ એટેચ કરી હતી.
શંકાના ઘેરામાં વીડિયોકોન લોન કેસ સંબંધિત તમામ વસ્તુને ઇડીએ એટેચ કરી લીધી હતી આ ઉપરાંત ઇડીએ કોચરના આશારે ૭૮ કરોડ રૂપિયાની પ્રોપર્ટી એટેચ કરી છે ચંદા કોચર અને બેંકના અન્ય આઠા લોકો પર વીડિયોકોન ગ્રુપને લોન આપવામાં બેદરકારી દાખવવાનો આરોપ પણ છે જેના કારણે ન માત્ર ચંદા કોચરની હકાલપટ્ટી કરવામાં આવી રહી છે પરંતુ તે અંગે તપાસ ચાલી રહી છે.HS