ચંદિગઢનું મેયર પદ ભાજપે આંચકી લેતાં આપનો હોબાળો
ચંદીગઢ, ચંદીગઢમાં આમ આદમી પાર્ટી કોર્પોરેશનની તાજેતરમાં થયેલી ચૂંટણીમાં સૌથી વધારે બેઠકો મેળવી ચુકી છે પણ ભાજપે મેયરપદ આંચકી લેતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટેરોએ ભારે હોબાળો મચાવ્યો છે.
આમ આદમી પાર્ટીના સૌથી વધારે કોર્પોરેટરો ચૂંટાયા હતા અને ભાજપ બીજા ક્રમે હતુ.આજે નવા મેયર માટે ચૂંટણી યોજાઈ હતી.મેયર પદ માટે સિક્રેટ બેલેટથી વોટિંગ થયુ હતુ. કાઉન્ટિંગ દરમિયાન ખબર પડી હતી કે, આમ આદમી પાર્ટીનુ એક બેલેટ પેપર ફાટેલુ છે.આ મત ગણતરીમાં લેવાયો નહોતો.
આ વખતે મેયર પદ મહિલાઓ માટે રિઝર્વ હતુ અને તેના પગલે ભાજપના સરબજીત કૌર મતદાનમાં મેયર તરીકે વિજેતા જાહેર થયા હતા. આ ચૂંટણીમાં ભાજપના ૧૨, આમ આદમી પાર્ટીના ૧૫ અને કોંગ્રેસના ૮ તેમજ અકાલી દળના એક કોર્પોરેર જીત્યા હતા.
જાેકે ચૂંટણી પછી કોંગ્રેસના એક કોર્પોરેટર ભાજપમાં જાેડાઈ જતા ભાજપ પાસે ૧૩ કોર્પોરેટર થઈ ગયા છે.મેયરની ચૂંટણી માટે સાંસદનો મત પણ માન્ય ગણાય છે.આમ ભાજપ પાસે ૧૪નુ સંખ્યાબળ થઈ ગયુ હતુ.
સામે આમ આદમી પાર્ટીનો એક મત અમાન્ય ઠરતા ભાજપના ઉમેદવાર મેયર બની ગયા હતા.જાેકે તેની સામે આપના કાર્યકરોએ હંગામો કર્યો હતો.SSS