ચંદીગઢમાં સાઇક્લિંગ કરી રહ્યો છે : આયુષ્માન ખુરાના
મુંબઈ: આયુષ્માન ખુરાના હાલમાં ચંડીગઢમાં સાઇક્લિંગ કરી રહ્યો છે. લાકડાઉનને કારણે તે મુંબઈમાં ફસાયો હતો, પરંતુ તે હાલમાં તેની ફૅમિલી પાસે ચંડીગઢ પહોંચી ગયો છે. લાકડાઉન બાદ થોડી છૂટછાટ મળતાં તેનો ભાઈ અપારશક્તિ ખુરાના સૌથી પહેલાં તેની મમ્મી પાસે ગયો હતો અને હવે આયુષ્માન પણ ત્યાં પહોંચી ગયો છે. કોરોના વાઇરસ સામે લડવા માટે ઇમ્યુનિટી સારી હોવી જરૂરી છે અને એ માટે ફિટ રહેવા તે લોકોને સાઇક્લિંગ કરવાનું કહી રહ્યો છે.
આ વિશે આયુષ્માને કહ્યું હતું કે ‘આપણે આજે ક્રાઇસિસમાં જીવી રહ્યા છીએ એમાં ફિટનેસને મેઇન્ટેન રાખવી ખૂબ જ જરૂરી છે. આપણે ફિટ રહેવા માટે આપણને અનુકૂળ કોઈ પણ એક્સરસાઇઝ શોધવી જરૂરી છે. હું હાલમાં ચંડીગઢમાં મારી ફૅમિલી અને પેરન્ટ્સ સાથે છું
એથી હું સાઇક્લિંગ કરી રહ્યો છું. મને પહેલેથી સાઇક્લિંગનો શોખ છે, પરંતુ મારું કામ મને એ માટે સમય નહોતું આપી રહ્યું. મને હાલમાં સાઇક્લિંગની મજા આવી રહી છે, કારણ કે એ મને ફિટ રહેવામાં મદદ કરી રહ્યું છે અને સાથે જ મને એકલાને સમય મળતાં હું અન્ય બાબતો પર પણ ફોકસ કરી રહ્યો છું. મારા માટે સાઇક્લિંગ એક મેડિટેશન જેવું છે, કારણ કે એનાથી હું ઘણાબધા વિચારો પર રોક લગાવી એકધ્યાન પર ફોકસ કરી શકું છું.’
શૂટિંગને મિસ કરનાર આયુષ્માને કહ્યું હતું કે ‘શૂટિંગ ફરી શરૂ કરવા માટે હું ખૂબ જ આતુર છું. સેટ પર હોવાને હું ખૂબ જ મિસ કરી રહ્યો છું. હું ઘણી વસ્તુનું શૂટ કરવા માટે તૈયાર છું. પ્રોડક્શન-હાઉસ જેવો સેફ શૂટિંગ કરવાનો રસ્તો શોધશે કે હું સેટ પર હાજર થઈ જઈશ.’