ચંદીગઢ મનપામાં આપનો ૩૫માંથી ૧૪ વોર્ડમાં વિજય

ચંદીગઢ, સોમવારે જાહેર થયેલા ચંદીગઢ મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામ ચોંકાવનારા છે. તમામ ૩૫ વોર્ડોના પરિણામ જાહેર થઈ ગયું છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસનો કિલો ભેદીને ૧૪ વોર્ડોમાં જીત મેળવી છે. પરંતુ કોઈ પાર્ટીને બહુમત મળ્યો નથી.
ભાજપ અને કોંગ્રેસે ક્રમશઃ ૧૨ અને ૮ વોર્ડ જીત્યા છે. એક સીટ અકાલી દળના ખાતામાં ગઈ છે. ભાજપ ઉમેદવાર અને સિટિંગ મેયર રવિકાંત શર્માને આપ ઉમેદવારે હરાવી દીધા છે.
ચંદીગઢ મહાનગર પાલિકાના ૩૫ વોર્ડો પર સવારે ૯ કલાકે ગણતરી શરૂ થઈ હતી. રાજ્ય ચૂંટણી પંચ પ્રમાણે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ૧૪ વોર્ડમાં જીત મેળવી છે. પરંતુ આમ આદમી પાર્ટી ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ ચંદર મુખી શર્મા ચૂંટણી હારી ગયા છે. તો ભાજપે ૧૨ વોર્ડ જીત્યા, જ્યારે કોંગ્રેસે ૮ વોર્ડ અને એક વોર્ડ અકાલીના ખાતામાં ગયો છે
મોટા નેતાઓમાં ભાજપના પૂર્વ મેયર રવિકાંત શર્મા વોર્ડ નંબર ૧૭માં હારી ગયા છે. અહીં આપ ઉમેદવાર જસબીર સિંહે જીત મેળવી છે. તો ભાજપના ઉમેદવાર અને પૂર્વ મેયર દવેશ મૌદગિલ ચૂંટણી હારી ગયા છે. ચંદીગઢ ચૂંટણીમાં ભાજપના બે અન્ય પૂર્વ મેયર પણ હાર્યા છે.
અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર ૧, ૪,૧૫, ૧૭, ૧૮,૧૯, ૨૧, ૨૨, ૨૩, ૨૫, ૨૬, ૨૭, ૨૯ અને ૩૧ પર જીત હાસિલ કરી છે, જ્યારે વોર્ડ નંબર ૨, ૩, ૬, ૭, ૯,૧૧, ૧૪, ૩૨, ૩૩ અને ૩૫ પર ભાજપે જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે વોર્ડ ૫, ૧૦, ૧૩, ૨૭ અને ૩૪ પર કબજાે કર્યો છે. વોર્ડ નંબર૩૦ પર અકાલી દળને જીત મળી છે.
ચૂંટણી પરિણામો પર આમ આદમી પાર્ટીએ ખુશી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચૂંટણી પરિણામો પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કર્યુ- ચંદીગઢ કોર્પોરેશની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની આ જીત પંજાબમાં આવનારા પરિવર્તનનો સંકેત છે. ચંદીગઢના લોકોએ આજે ભ્રષ્ટ રાજનીતિને નકારતા આપની ઈમાનદાર રાજનીતિને પસંદ કરી છે. આપના બધા વિજયી ઉમેદવારો તથા કાર્યકર્તાઓને શુભેચ્છા. આ વખતે પંજાબ પરિવર્તન માટે તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે ચંદીગઢ કોર્પોરેશન ચૂંટણીમાં ૬૦ ટકા મતદાન થયું હતું. વોર્ડોની સંખ્યા ૨૦૧૬માં ૨૬થી વધીને ૩૫ થઈ ગઈ છે.
પરંપરાગત રૂપથી દર પાંચ વર્ષે યોજાનારી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની ટક્કર જાેવા મળતી હોય છે. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી આવવાથી ત્રિપાંખીયો જંગ જાેવા મળ્યો હતો.SSS