ચંદી પડવાએ ઘારી બનાવવા રાણા સમાજ દ્વારા પુરજાેશમાં તૈયારીઓ
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માં ચંદી પડવાના દિવસે લોકો લાખો રૂપિયાની માવાઘારી અને ફરસાણ આરોગી પર્વની ઉજવણી કરવાની પરંપરા રહેલી છે.જે માટે ની તૈયારીઓ પુરજાેશમાં ચાલી રહી છે.
વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ચંદી પડવાના દિવસે માવાઘારી,માવાનાં ફૂલ,ફાફડા અને જલેબી આરોગવાનો અનેરો મહીમા હોય છે.એક સમયે સુરતની ઘારીની માંગ જાેવા મળતી હતી.પણ હવે ભરૂચમાં પણ ખૂબ મોટા પાયે ઘારીનું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું છે.
ભરૂચ શહેરમાં દસ પંદર દિવસ પૂર્વે જ આ માટેના ઓર્ડર નોંધવા લાગે છે અને તે માટેની તૈયારી પણ શરૂ થઈ જતી હોય છે.સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રે રાણા સમાજે પોતાની સમાજ સેવાથી સમાજમાં આગવું સ્થાન જમાવ્યું છે.ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ નામના મેળવેલ ફાટાતળાવ રાણા પંચે આજથી ૪૧ વર્ષ પહેલાં ૪૦ કિલો ઘારી તૈયાર કરી વેચાણ કર્યા બાદ સતત તેમાં વધારો થતો રહ્યો અને હાલ માં ૨૫૦૦ કિલો ઘારી બનાવવામાં આવે છે.
જેમાં સમાજના લોકો સેવા આપે છે.રાણા સમાજના પ્રમુખ સનતભાઈ રાણા જણાવે છે કે ફાટાતળાવ રાણા પંચની વાડી ખાતે માવાઘારી બનાવવાનું શરૂ કરવામાં આવેલ સમય જતા હાલ સિદ્ધનાથ નગર પાસે આવેલ રાણા સમાજના ભક્તેશ્વર હોલ ખાતે માવાઘારીનું ઉત્પાદન કરવામાં આવે છે.
ઘારી બનાવવા માટે વપરાતા ઘી,ડ્રાયફ્રુટ વિગેરે સામગ્રીમાં ભાવમાં થયેલો વધારાના કારણે આ વર્ષે માત્ર કિલોએ ૨૦ રૂપિયાનો વધારો કરાયો છે.ફાટાતળાવ રાણા પંચની તૈયાર કરાતી માવાઘારીને લોકોએ પર્વનાં દિવસો પહેલા થી જીલ્લા બહાર રહેતા તેમના સ્વજનો,સંબંધીઓ તેમજ મિત્રોને મોકલી આપવા ખરીદારી કરતા હોય છે.
સમાજ સેવા સાથે શૈક્ષણિક સેવાના ઉમદા ઉદાહરણરૂપ રાણા પંચની ઘારીની માંગ પુરા ગુજરાતમાં છે.જે ઘારી ચાંદની પડવાના દિવસે ભરૂચવાસીઓ સહિત વિદેશમાં વસતા પરિવારજનો પણ ઉત્સાહભેર આરોગે છે.આ ઘારી સાથે સમાજ સેવાનું ઉમદા ઉદાહરણ પણ જાેડાયેલ હોઈ લોકો માટે ઘારી સ્વાદપ્રિય બની છે.
ભરૂચ શહેરમાં આ સિવાય અન્ય મીઠાઈ વિક્રેતાઓ પણ ઘારીના વેચાણ માટે તૈયારી કરી રહ્યા છે તે ઉપરાંત આ વર્ષે દુધધારા ડેરીએ પણ પ્રથમ વખત ઘારીના વેચાણ ક્ષેત્રે ઝપલાવ્યું છે.આમ મોંઘવારી અને કોરોનાને ભૂલી ભરૂચના ઉત્સવ પ્રિય લોકોમાં ચંદી પડવાની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.