ચંદ્રની સપાટી પર પુરતી માત્રામાં પાણી હોવાનો નાસાનો દાવો
વોશિંગ્ટન, અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ ચંદ્રની સપાટી પર પુરતી માત્રામાં પાણી હોવાનો દાવો કર્યો છે નાસાના જણાવ્યા અનુસાર આ પાણી ચંદ્રના એ હિસ્સામાં ઉપસ્થિત છે જયાં સુરતનો પ્રકાશ પહોંચે છે આ મોટી શોધે ચંદ્ર પર ભવિષ્યમાં હાથ ધનારા માનવ મિશનને મોટી તાકાત મળશે.તેનો ઉપયોગ પીવા અને રોકેટ એન્જિન ઇધણ ઉત્પાદન માટે પણ કરી શકાય આ પાણીનો શોધ નાસાની ટોસ્ફિયર ઓબ્જરવેટરી ફોર ઇન્ફ્રારેડ એસ્ટ્રોનોમી (સોફિયા)એ કરી છે.
નાસાના જણાવ્યા અનુસાર સોફિયાએ ચંદ્રના દક્ષિણ ગોળાધર્મા સ્થિત પૃથ્વીથી દેખાતા સૌથી મોટા ખાડામાંથી એક કલેવિયસ ક્રેટરમાં પાણીના અણુનઓ એચ૨૦ની ભાળ મેળવી છે પહેલા થયેલા અધ્યયનોમાં ચંદ્રની સપાટી પર હાઇડ્રોજનના કેટલાક રૂપની જાણ થઇ હતી.
પરંતુ પાણી અને તેના નજીકના સંબંધી મનાતા હાઇડ્રોકિલલની શોધ નહોતી થઇ શકી વોશિંગ્ટનમાં નાસા હેડકવાર્ટરમાં વિજ્ઞાન મિશન નિદેશાલયમાં એસ્ટ્રોફિજિકસ ડિવીઝનના નિદેશક પોલ હર્ટર્ઝે કહ્યું કે અમારી પાસે પહેલાથી સંકેત હતાં કે એચ૨૦ જેને આપણે પાણીના રૂપમાં જાણીએ છીએ તે ચંદ્રની સપાટી પર સૂર્ય તરફ ઉપસ્થિત હોઇ શકે છે.હવે અમે જાણીએ છીએ કે તે ત્યાં છે આ શોધ ચંદ્રની સપાટીની અમારી સમજનો પડકાર આપે છે તેનાથી આપણને ગહન અંતરિક્ષ અન્વેષણ કરવાની પ્રેરણા મળે છે.
નાસાની યોજના ચંદ્ર પર માનવ વસાહતો ઉભી કરવાનું છે નાસા પહેલા જ ઓર્ટેમિસ પ્રોગ્રામ દ્વારા ૨૦૨૪ સુધી ચંદ્રની સપાટી પર માનવ મિશન મોકલવાની તૈયારી કરી રહ્યું છે નાસા પોતાના ઓર્ટેમિસ પ્રોગ્રામ દ્વારા ચંદ્રની સપાટી પર ૨૦૨૪ સુધી મનુષ્યોને પહોંચાડવા માંગે છે તેના માટે ચંદ્રની સપાટી પર માનવ ગતિવિધિઓને પ્રોત્સાહન આપવામાં આવશે ચંદ્ર પર જઇને મનુષ્યોએ વિસ્તારોની ભાળ મેળવશે જયાં પહેલા કોઇ નથી પહોંચ્યુ કે જે અત્યાર સુધી દુનિયા માટે અજાણ છે.
નેચર એસ્ટ્રોનોમીના નવીનતમ પોઇન્ટમાં પ્રકાશિત અધ્યયન મુજબ આ સ્થાનના ડેટાથી ૧૦૦થી ૪૧૨ પાર્ટ પ્રતિ મિલિયનની સાંદ્રતામાં પાણી વિષે જાણી શકાયુ છે તુલનાત્મક રીતે સોફિયાએ ચંદ્રની સપાટી પર જેટલા પાણીની શોધ કરી છે તેની માત્રા આફ્રિકાના સહારા રણમાં ઉપસ્થિતિપાણીની તુલનામાં ૧૦૦ ગણુ ઓછુ છે ઓછી માત્રા હોવા છતાં આ ખોજ એક નવા સવાલ ઉભા કરે છે કે ચંદ્રની સપાટી પર પાણી કેવી રીતે બને છે.તેનાથી પણ મોટા સવાલ છે કે આ ચંદ્રના કઠોર અને વાયુમંડળહીન વાતાવરણમાં કેવી રીતે બને છે.HS