Western Times News

Gujarati News

ચંદ્રમા પર મળશે ફ્યૂલ, ઈન્ટરનેટનો થઈ શકશે ઉપયોગ

વોશિંગ્ટન, માણસે ચંદ્રમાની ધરતી પર પગ મૂક્યે ૫૦થી વધુ વર્ષ વીતી ગયા છે. ત્યારથી લઈને આપણે અંતરિક્ષ વિજ્ઞાનમાં ખુબ પ્રગતિ પણ કરી છે પરંતુ માનવ જાતિ ફરીથી ચંદ્રમા પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. હજુ પણ ચંદ્રમાના અનેક એવા રહસ્યો છે જેના ઉજાગર કરવાના બાકી છે. આવામાં અમેરિકાની અંતરિક્ષ એજન્સી NASA ફરીથી તેની તૈયારીમાં લાગી ગઈ છે.

NASAનું ઓર્ટેમિસ મિશન માનવીને ફરીથી ચંદ્રમાની સપાટી પર લઈ જવાની તૈયારી કરી રહ્યું છે. અહેવાલ મુજબ દુનિયાભરના અંતરિક્ષ વૈજ્ઞાનિકોમાં સ્પેસ મિશન અંગે વાત ચાલુ છે કે શું ચંદ્રમાને લોન્ચિંગ પેડ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આમ થાય તો માણસ પહેલાની સરખામણીમાં ચંદ્રમા અને તેની આસપાસ વ્યાપક રીતે ઉપસ્થિતિ નોંધાવવામાં સફળ થઈ શકશે.

આ માટે એક સ્પેસ સ્ટાર્ટ અપ પર કામ ચાલુ છે. જે આવા પ્રયાસમાં કામ આવી શકે છે. અમેરિકાની સ્ટાર્ટ અપ ક્વાન્ટમ સ્પેસ નામની આ કંપની ચંદ્રની પાસે એક રોબોટિક ચોકી બનાવવાની યોજના પર કામ કરી રહી છે. ક્વાન્ટમ સ્પેસની સ્થાપના સ્ટીવ જુસ્કીએ કરી છે. તે નાસના પૂર્વ સહયોગી પ્રશાસક છે. કંપનીની રચના ૨૦૨૧માં કરવામાં આવી હતી. ધ વર્જના એક રિપોર્ટ મુજબ ક્વાન્ટમ સ્પેસની યોજના હેઠળ ચંદ્રમા પાસે રોબોટ ચોકી સ્થાપિત કરવાથી ચંદ્રમાની સપાટી પર ઈન્ટરનેટ ક્ષમતા પ્રદાન કરવામાં મદદ મળશે.

આ ચોકી બન્યા બાદ ત્યાંથી અંતરિક્ષ યાનમાં ઈંધણ ભરી શકાશે. આ સાથે જ ડેટા પણ ભેગો કરી શકાશે અને ચંદ્રમાની સપાટી પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં પણ મદદ મળશે.

જુસ્કીનું કહેવું છે કે તેમની કંપની એવા વાહન બનાવવાના પણ ઈરાદા ધરાવે છે જે NASAને ચંદ્ર મિશનમાં મદદ કરશે. તેમણે કહ્યું કે NASA ચંદ્રમાની ચારેબાજુ કમ્યુનિકેશનના બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની એક ઈન્ટરનેટ જેવી પ્રણાલી બનાવવાની યોજના બની રહી છે. જેને લૂનાનેટ કહે છે. તે નેવિગેશન, સંચાર અને ડેટા રિલે માટે પૃથ્વીની ટેક્નોલોજીઓ પર ઓછું ર્નિભર રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.