ચંદ્રમૌલી વેન્કટેશનનું ત્રીજું પુસ્તક ટ્રોન્સફોર્મ લોન્ચ થયું
મુંબઇ, શ્રેષ્ઠ વેચાણ ધરાવતા પુસ્તકો કેટાલિસ્ટ અને ગેટ બેટર એટ ગેટ્ટીંગ બેટર માટે વિખ્યાત સ્વ. ચંદ્રમૌલી વેન્કટેશનનું ત્રીજુ પુસ્તક ટ્રોન્સફોર્મ તેઓ સ્વાદુપિંડના કેન્સરને કારણે મૃત્યુ પામ્યા તેની થોડી પહેલા જ પૂર્ણ થયુ હતુ. પોતાની કારકીર્દીને વધુ સારી રીતે આગળ ધપાવવા માટે લોકોને માર્ગદર્શન આપવા તેઓ જે પુસ્તક શ્રેણી લખવા માગતા હતા તે લાંબી પુસ્તક શ્રેણીનો એક ભાગ રહેશે તેવો ઇરાદો સેવવામાં આવ્યો હતો. પેન્ગ્વિન દ્વારા પ્રકાશિત કરાયેલ આ નવા પુસ્તકમાં મૌલીએ પોતાની શ્રેષ્ઠતા દર્શાવી છે, જે અગત્યની કુશળતા મારફતે લોક વ્યવસ્થાપન મારફતે વૃદ્ધિ અને સુધારો કરવા પર ભાર મુકવામાં આવ્યો છે.
એશિયન પેઇન્ટ્સ, ઓનિડા, મોન્ડેલેઝ (અગાઉની કેડબરી) અને પિડિલાઇટ જેવી કંપનીઓમાં ૨૯-વર્ષનો અનન્ય ભૂતકાળ ધરાવતા, મૌલીએ બહુવિધ શાખાઓમાં કામ કર્યું છે અને આ પુસ્તકમાં તેમણે આપેલી આંતરદૃષ્ટિ દ્વારા તેમના તમામ અનુભવોને જીવંત કર્યા છે. તેમની કારકિર્દી દરમિયાન, મૌલીએ અવલોકન કર્યું હતું કે લોક વ્યવસ્થાપન એ તમામ ઉદ્યોગોમાં લગભગ સાવર્ત્રિક આવશ્યકતા છે, અને વ્યક્તિને સફળ બનાવવામાં તેમની અસર ઊંચી છે.
તેણે એ પણ જાેયું કે ટોચ પરના લોકો સૌથી વધુ ટેકનિકલી સક્ષમ અથવા સૌથી સર્જનાત્મક હોય તે જરૂરી નથી, પરંતુ તેઓ લગભગ હંમેશા સારા નેતા અને મેનેજર હોય છે – જે તેમને લોકોના સંચાલનમાં સારા બનાવે છે. તેમણે જે તે વ્યક્તિના જીવનમાં અને કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે પીપલ મેનેજમેન્ટને ચાર ચાવીરૂપ લીવર્સમાંના એક તરીકે જાેયુ હતુ. બુક સ્ટોર્સ અને એમેઝોન.ઈન પર ઉપલબ્ધ છે જેની કિંમત હાર્ડકવર, નોન-ફિક્શન, રૂ. ૩૯૯ છે.SSS