Western Times News

Gujarati News

ચંદ્રયાન-૨ઃ ઓર્બિટરે ચંદ્ર પર મહત્ત્વના આંકડા મેળવ્યા

નવીદિલ્હી,ઈસરોના મિશન ચંદ્રયાન-૨ના ઓર્બિટરે સૂર્યમાંથી નીકળના સૌર કિરણોનું અધ્યયન કર્યું છે અને ૩૦ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબરની વચ્ચે આંકડા મેળવ્યા છે. આવો જાણીએ શું કહે છે આંકડાઓ. સૂર્ય દર ૧૧ વર્ષ પર પોતાના તાપમાનનું ચક્ર બદલે છે. એટલે કે ૧૧ વર્ષનાં અંતરે સૂર્યની ગરમી ઓછી અથવા વધે છે. જ્યારે સૂર્ય પર વધારે ધબ્બા (સન સ્પોટ) જોવા મળે ત્યારે માની લેવું જોઇએ કે સૂર્ય વધારે ગરમ છે. આને સોલર મેક્સિમાં કહેવામાં આવે છે, જ્યારે તેનાથી વિરદ્ધ સૂર્ય પર જ્યારે ધબ્બા ઓછા જોવા મળે છે એટલે કે ન બરાબર જોવા મળે તો આને સોલર મિનિમાં કહે છે. એટલે કે આ દરમિયાન સૂર્ય ઠંડો છે.

જ્યારે સૂર્ય વધારે ગમર હોય છે તો તેનાથી અંતરિક્ષમાં ઇલેક્ટ્રો મેગ્નેટિક ઝડપી પ્રવાહ નીકળે છે, જેને સૌર તોફાન કહે છે. આ સૌર તોફાનથી પૃથ્વીની ચારેય તરફ ફરી રહેલા સેટેલાઇટ્‌સ પ્રભાવિત થાય છે, પૃથ્વી પર સંચારમાં વિક્ષેપ પડી શકે છે. એટલુ જ નહીં GPS સિસ્ટમ કામ કરવાનું બંધ કરી શકે છે. જ્યારે આ સૌર તોફાન વધી જાય છે, ત્યારે પૃથ્વીનાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર નાર્ધર્ન અથવા સાઉથર્ન લાઇટ્‌સ જોવા મળે છે. આને જોવા માટે લોકો નોર્વે, ગ્રીનલેન્ડ અથવા આર્કટિક દેશોમાં જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.