ચંદ્રયાન-૨નું લોંચીગ યાંત્રિક ખામીને કારણે અટકાવાયું
શ્રીહરિકોટા : ચંદ્રયાનને લઇને અભૂતપૂર્વ ઉત્સુકતા ભારતમાં જાવા મળી રહી છે. ચંદ્રયાનને લઇને ભારતીય લોકો ગર્વ અનુભવ કરી રહ્યા છે. કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવ્યા બાદ સોમવારે સવારે વહેલી પરોઢે ચંદ્રયાનને લોંચ કરી દેવાનું હતું. પરંતું વહેલી પરોઢે ૨.૫૧ મિનિટે ચંદ્રયાનને લોંચ કરી દેવામાં આવ્યા બાદ તે ૫૨ દિવસ પછી ચંદ્રયાન-૨ ચંદ્રની સપાટી ઉપર ઉતરવાનું હતું. પરંતુ નિર્ધારીત સમય અગાઉ તેમાં ઈંધણ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી પણ તેમાં ખામી જણાતાં લોંચીંગના ૫૬ મિનિટ પહેલાં ઈસરોના વિજ્ઞાનીકોએ તેને અટકાવી દીધું હતું અને હવે પછી ટુંક જ સમયમાં ચંદ્રયાન-૨ ના લોંચીગની તારીખ જાહેર કરવામાં આવશે તેવું જણાવાયુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય અંતરિક્ષ સંસ્થા ઇસરોના આ મહત્વકાંક્ષી મિશન તરીકે છે. આના ઉપર ૬૦૦ કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવી ચુક્યો છે.
જીએસએલવી માર્ક-૩ની શ્રીહરિકોટા સ્થિતિ સ્પેશ ધવન સેન્ટર પર તૈયારી કરી લેવામાં આવી હતી પરંતુ તકનીકી ખામીને કારણે આ સમગ્ર મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સ્થગીત કરી દેવાયો છે. લોંચીગ બાદ તે ૧૬ દિવસ સુધી પૃથ્વીની સપાટીમાં રહેશે.
૧૬ દિવસ બાદ ચંદ્રયાન પૃથ્વીની સપાટીમાંથી બહાર નિકળશે અને ચંદ્રયાન-૨થી રોકેટ અલગ થશે. પાંચ દિવસ બાદ ચંદ્રયાન-૨ ચંદ્રની સપાટીમાં પ્રવેશ કરશે. આ ગાળા દરમિયાન તેની ગતિ ૧૦ કિલોમીટર પ્રતિ સેકન્ડ અને ચાર કિલોમીટર પ્રતિ સેકન્ડની રહેશે. ચંદ્રની સપાટીમાં પહોંચ્યા બાદ ચંદ્રયાન ચંદ્રની ચારેબાજુ ગોળ ચક્કર લગાવશે. ચંદ્રની સપાટીમાં ૨૭ દિવસ સુધી ચક્કર લગાવ્યા બાદ ચંદ્રયાન તેની સપાટીની નજીક પહોંચશે.
આ ગાળા દરમિયાન તેની ગતિ ૧૦ કિલોમીટર પ્રતિ સેકન્ડની રહેશે. ચંદ્રની સપાટીની નજીક પહોંચ્યા બાદ ચંદ્રયાન ચંદ્રની દક્ષિણી ધ્રુવની સપાટી ઉપર ઉતરાણ કરશે. આ તમામ કાર્યક્રમ નક્કી કરી દેવામાં આવ્યો છે પરંતુ આજે વહેલી સવારે ચંદ્રયાનને અટકાવી દેવાયું છેઅને યાંત્રીક ખામી દૂર કરવાના પ્રયાસો શરૂ કરી દેવાયા છે.