Western Times News

Gujarati News

ચંદ્રશેખર સારા એક્ટરની સાથે સારા ડાન્સર પણ હતા

મુંબઈ: બોલિવુડ એક્ટર-પ્રોડ્યૂસર-ડિરેક્ટર ચંદ્રશેખરનું નિધન થયું છે. તેમની ઉંમર ૯૮ વર્ષ હતી અને આવતા મહિને એટલે કે ૭મી જૂને ૯૯ વર્ષના થવાના હતા. કટી પસંત, શક્તિ, શરાબી, બર્નિંગ ટ્રેન જેવી ફિલ્મોમાં રોલ કરવા માટે જાણીતા એક્ટરે ‘ચા ચા ચા’ ફિલ્મ પણ પ્રોડ્યૂસ અને ડિરેક્ટ કરી હતી. ચંદ્રશેખરનો દોહિત્ર અને ટીવી એક્ટર શક્તિ અરોરા, કે જે ચંડીગઢમાં શૂટિંગ કરી રહ્યો હતો તેણે વાતચીત કરતાં કહ્યું કે, ‘મને જ્યારે સમાચાર મળ્યા ત્યારે હું ચંડીગઢમાં શૂટિંગ કરી રહ્યો હતો. અંતિમ ક્રિયા ૧ વાગ્યે કરવાની હતી પરંતુ હવે તે ચાર વાગ્યે કરવાની નક્કી કરવાનું કહેવામાં આવ્યું છે

કારણ કે મને પહોંચવામાં થોડો સમય લાગશે’. પવિત્ર રિશ્તા, મેરી આશિકી તુમ સે હી જેવા શોનો ભાગ રહી ચૂકેલા શક્તિ અરોરાએ જણાવ્યું કે તેના નાના સાદગીપૂર્ણ જીવન જીવ્યા હતા. તેણે કહ્યું, ‘તેઓ કડક ડાયટ અનુસરતા હતા અને કાર્બ્સ તો ભાગ્યે જ લેતા હતા. છેલ્લા કેટલાક દિવસથી તેમને ઠીક નહોતું પરંતુ તેમને કોઈ બીમારી નહોતી.

ઉંમરના કારણે તેઓ મૃત્યુ પામ્યા. હકીકતમાં, ૭મી જુલાઈએ તેઓ ૯૯ વર્ષના થવાના હોવાથી અમે બર્થ ડે સેલિબ્રેટ કરવાના હતા.આ એક યોગાનુયોગ છે કે મારી નાનીનું ૧૦ વર્ષ પહેલાં આ જ દિવસે નિધન થયું હતું. તેઓ સારૂં જીવન જીવ્યા હતા તેની મને ખુશી છે. તેમણે ફિલ્મો પ્રોડ્યૂસ અને ડિરેક્ટ કરી હતી. આ સિવાય ૨૦૦ જેટલી ફિલ્મોમાં કામ પણ કર્યું હતું. થોડા વર્ષો પહેલા મને તેમની સાથે એક શોર્ટ ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી. મને યાદ છે કે તેમને સામે હું વધારે નર્વસ થઈ ગયો હતો. શક્તિએ ઉમેર્યું કે, ‘તેઓ સારા ડાન્સર પણ હતા. હું ‘ઝલક દિખલા જા’માં ભાગ લીધા બાદ સારો ડાન્સર બન્યો. પરંતુ જ્યારે હું પાછળ જાેઉ છું ત્યારે મને લાગે છે કે મને મારા નાના તરફથી ડાન્સના જિન્સ મળ્યા હતા તેવું લાગે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.