ચંપકલાલની પત્ની ઘરમાં કચરા પોતા કરાવે છે!
મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના તમામ કલાકારોએ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. હવે ફેન્સ તેમની પર્સનલ લાઈફ વિશે પણ જાણવા માંગતા હોય છે. એટલું જ નહીં ફેન્સ તેમની જૂની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શોધતા રહે છે. જેઠાલાલના પિતા ચંપકલાલ ગડા એટલે કે અમિત ભટ્ટનો એક વિડીયો વાઈરલ થયો છે. ચંપકલાલ ગડા પરિવારમાં તેમના એક અવાજ પર ગમે તે કામ કરાવી શકે છે પરંતુ તેમની રીયલ લાઈફમાં તો પત્ની તેમની પાસે કામ કરાવે છે.
વાઈરલ વિડીયોમાં જાેઈ શકાય છે કે ચંપકલાગ ગડા એટલે કે અમિત ભટ્ટ વિડીયોમાં પત્ની કૃતિના કહેવા મુજબ ઘરમાં પોતું મારવાનું કામ કરી રહ્યા છે. સોફા પર બેઠી બેઠી અમિતની પત્ની કૃતિ તેમને જણાવી રહી છે કે કેવી રીતે પોતું નીચોડવું અને પછી ફ્લોર પર કરવું. અમિત પણ બરાબર એવું કરી રહ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અમિત ભટ્ટનો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ રીલ છે.
તે અને તેમના પત્ની સોશિયલ મીડિયા પર આ પ્રકારની રીલ્સ બનાવતા રહે છે અને ફેન્સનું ખુબ મનોરંજન પણ કરે છે. પોતું કરવાનો આ વીડિયો પણ ખુબ મજેદાર છે. વિડીયોમાં કઈ પણ બોલ્યા વગર અમિત અને કૃતિ પોતાના ફેન્સને હસાવી રહ્યા છે. પહેલા પણ બંનેએ અનેક ફની વીડિયો પોસ્ટ કર્યા. અનેક વિડીયોમાં કપલ સાથે તેમનો પુત્ર પણ જાેવા મળે છે.