Western Times News

Gujarati News

ઉત્તરસંડાના ભવાનીપુરા બંધ મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી ચકલાસી પોલીસ

ફોર સેલ ઇન ગોવા ઓન્લી લખેલ જે ગોવા બનાવટની બોટલો તેમજ ફાઇન દરબારી રેર વ્હીસ્કી ફોર સેલ ઇન મહારાષ્ટ્ર ફોર એક્ષપોર્ટ ઓનલી લખેલી બોટલો 

(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ ખેડા જીલ્લામાં પ્રોહી જુગાર અંગેની પ્રવૃત્તી નેસ્તનાબુદ કરવા કડક અમલવારી કરવા તેમજ અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય તેમજ પ્રોહી જુગારની પ્રવૃત્તી સાથે સંકળાયેલ બુટલેગર્સની પ્રવૃત્તી ઉપર સતત વોચ રાખી

રેઇડો કરવા જીલ્લાના અધિકારીઓને સુચના આપેલ હોય અને ના.પો.અધિ.સા નડીયાદ વિભાગ નાઓએ નડીયાદ ડીવીજન વિભાગમાં પ્રોહી / જુગારની બદી ઉપર અંકુસ રાખવા તથા સર્કલ પો.ઇન્સ . સા . ડાકોર સર્કલ નાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ દરમ્યાન સી.પો.સબ.ઇન્સ વી.એ.શાહ ચકલાસી પોલીસ સ્ટેશન નાઓએ

તાબાના માણસોને જરૂરી સુચનાઓ આપેલ દરમ્યાન અહેડકો ભરતસિહે ચંદ્દસિંહ બાન , ૮૫૦ નાઓને બાતમી હકિકત મળેલ કે મોજે ભવાનીપુરા ઉત્તરસંડા મુકામે રહેતો રણજીત ઉર્ફે શનાભાઇ ધુળાભાઇ પરમાર નાએ બીનઅધિકૃત રીતે ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો જથ્થો તેના મકાનમાં સંતાડી રાખેલ છે

અને ઉપરોકત જગ્યાએથી દારૂનું વેચાણ કરે છે જે બાતમી હકિકત આધારે રેઇડ કરતા ઉપરોકત ઇસમ મળી આવેલ નહી અને રણજીત ઉર્ફે જેડી શનાભાઇ ધુળાભાઇ પરમારના બંધ મકાનમાં તપાસ કરતા તેના મકાનમાંથી પરપ્રાન્તીય વિદેશી દારૂ ૭૫૦ ની કુલ્લે બોટલ નંગ ૧૪૪ કી.રૂ ૩૨,૦૦૦ / – તથા ૧૮૦ મીલીની કુલ બોટલો નંગ ૧૮૬૮ કી.રૂ ૧,૮૬,૮૦૦ / – નો તથા બિયરના ટીન કુલ નંગ ૧૪૮૮ કુલ કિ.રૂ. ૧,૪૮,૮૦૦ / – મળી કુલ્લે રૂ . ૪,૦૭,૬૦૦ / – નો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ

કબજે કરેલ પોહી મુદ્દામાલ ( ૧ ) ૩૭ પુઠાના બોક્ષમાં કુલ ૧૭૭૬ નંગ કાચની બોટલો મેકડોવેલ્સ નંબર ૧ રીર્ઝવ વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન ગોવા ઓન્લી લખેલ જે ગોવા બનાવટની તમામ બોટલો ૧૮૦ મી.લીની કંપની સીલબંધ હાલતમાં કુલ ૧૭૭૬ નંગ બોટલોની કી.રૂ ૧,૭૭,૬૦૦ / – ગણેલ ( ર ) ૧૨ પુઠાના બોક્ષકમાં કુલ ૧૪૪ નંગ બોટલો જે તમામ બોટલો ઉપર ફાઇન દરબારી રેર વ્હીસ્કી ફોર સેલ ઇન મહારાષ્ટ્ર ફોર એક્ષપોર્ટ ઓનલી લખેલ

જે ગોવા બનાવટની જે તમામ બોટલો ૭૫૦ મી.લીની કંપની સીલબંધ હાલતમાં કુલ ૧૪૪ નંગ બોટલોની કી.રૂ ૭૨,૦૦૦ / – ગણેલ ( ૩ ) ૨ પુઠાના બોક્ષકમાં કુલ ૯૨ નંગ બોટલો જે તમામ બોટલો ઉપર ફાઇન દરબારી રેર વ્હીસ્કી ફોર સેલ ઇન મહારાષ્ટ્ર ફોર એક્ષપોર્ટ ઓનલી લખેલ જે ગોવા બનાવટની

જે તમામ બોટલો ૧૮૦ મી.લીની કંપની સીલબંધ હાલતમાં કુલ ૯૧ નંગ બોટલોની કી.રૂ ૯,૨૦૦ / – ગણેલ ( ૪ ) ૬ ર પુંઠાના બોક્ષમાં કુલ ૧૪૮૮ નંગ બિયરના ટીન મળી આવેલ જે તમામ ટીન ઉપર કીંગ ફિશર સ્ટ્રોગ પ્રિમીયમ બિયર સ્ટ્રોંગ ફોર સેલ ઇન ગોવા ઓન્લી લખેલ

જે ગોવા બનાવટની ૫૦૦ મી.લીની કંપની સીલબંધ હાલતમાં જે કુલ ૧૪૮૮ નંગ બોટલોની કી.રૂ ૧,૪૮,૮૦૦ / ગણેલ આમ , રેઇડ દરમ્યાન ૭૫૦ ની કુલ્લે બોટલ નંગ ૧૪૪ કી.રૂ ૭૨,૦૦૦ / – તથા ૧૮૦ મીલીની કુલ બોટલો નંગ ૧૮૬૮ કી.રૂ ૧,૮૬,૮૦૦ / – નો તથા બિયરના ટીન કુલ નંગ ૧૪૮૮ કુલ કિ.રૂ. ૧,૪૮,૮૦૦ / – મળી કુલ્લે રૂ . ૪,૦૭,૬૦૦ / નો પ્રોહી મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે . અને રણજીત ઉર્ફે જેડી શનાભાઇ ધુળાભાઇ પરમાર વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે . નહીં પકડાયેલ આરોપી ( ૧ ) રણજીત ઉર્ફે જેડી શનાભાઇ ધુળાભાઇ પરમાર રહે . ભવાનીપુરા ભુમેલ તા . નડીયાદ જી . ખેડા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.