Western Times News

Gujarati News

ચક્રવાતના પ્રભાવ અને વરસાદથી થયેલા નુકશાનને સુધારવા ક્વિક રિસ્પોન્સ ટીમોના કર્મયોગીઓએ કર્યો સતત પુરુષાર્થ

વડોદરાઃ  વડોદરા શહેર અને જિલ્લામાં તાઉ તે ત્રાટક્યું ન હતું પણ એની પશ્ચાદ અસરના રૂપમાં ચક્રવાતી વેગીલા પવનો સાથે મધ્યમથી ભારે વરસાદ થયો અને તેના પરિણામે વૃક્ષો તૂટી પડવા, કાચા મકાનો અને ઝૂંપડાને તેમજ વીજ લાઇનો અને પ્રસ્થાપનોને નુકશાનની ઘટનાઓ બની હતી.

તકેદારી રૂપે જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ વિભાગોના નિયંત્રણ કક્ષો ગઈકાલની સતત ત્રીજી રાત્રિએ ચાલુ રહ્યાં અને ખાસ કરીને એમ.જી.વી.સી. એલ., વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગની ક્વિક રિસ્પોન્સ ટીમો તેમજ પોલીસ તંત્ર દ્વારા સ્થિતિ પૂર્વવત કરવા પુરૂષાર્થ કરવામાં આવ્યો. નુકશાન અને તેની ક્ષતિ પૂર્તિની કામગીરીની જિલ્લા કલેકટર કચેરીએ ગઈકાલ રાત્રિ સુધીની આપેલી વિગતો નીચે મુજબ છે:

·        નુકસાન થયેલ કુલ ૮૫ વીજળીના થાંભલા પૈકી ૫૯ વીજળીના થાંભલા સમારકામ કરી ઉભા કરવામાં આવ્યા …

·        પડી ગયેલ વૃક્ષોની સંખ્યા કુલ ૧૬૩ હતી. જેને હટાવવાની કામગીરી ખાસ કરીને વન અને માર્ગ-મકાન વિભાગની ટીમોએ કરી અને અવરોધો હટાવી સ્થિતિ પૂર્વવત કરી.એમ.જી.વી.સી. એલ.ની ટીમોએ વીજ લાઇનો પર પડેલા વૃક્ષો અને ડાળીઓ હટાવી પુરવઠો ચાલુ કર્યો.

·        બંધ થયેલ કુલ ૧૩ રસ્તા પૈકી તમામ રસ્તાઓને તુરંત જ વાહન વ્યવહારને યોગ્ય બનાવવામાં આવ્યા.

·        વીજ પુરવઠો બંધ થયેલ ગામો/સોસાયટીઓની સંખ્યા ૧૯૫ હતી તે પૈકી વીજ પુરવઠો પુન:ચાલુ કરેલ ગામ/સોસાયટીઓની સંખ્યા ૮૨ હતી.

·        શહેરમાં કુલ ૨૧ ફીડરમાંથી ૧૩ ફીડરમાં ઈલેકટ્રીસીટી રીસ્ટોર કરી દેવામાં આવી અને ૯ કોવીડ હોસ્પિટલમાં  વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો. ૮ થાંભલા પૈકી ૪ થાંભલા પુન: સ્થાપિત કરવામાં આવ્યા.

·        ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૯૬ ફીડરમાંથી ૨૪ ફીડરમાં ઈલેક્ટ્રિસીટી રીસ્ટોર કરી દેવામાં આવી અને  તે પૈકી ૧૧ કોવીડ હોસ્પિટલમાં  વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો. ૭૮ થાંભલા પૈકી ૨૭ થાંભલા પુન:સ્થાપિત કરવામાં આવ્યા.

·        પડી ગયેલ કાચા મકાનો/ઝૂંપડા કુલ સંખ્યા ૧૧


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.