Western Times News

Gujarati News

ચક્રવાત “તાઉતે”ને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવી તૈયારીઓ

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે આ અંગે કરવામાં આવેલ તૈયારીઓ અને સાવચેતીઓનું નિરીક્ષણ કર્યું

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ તાજેતરની હવામાન આગાહી ને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના દરિયાકાંઠાના વિસ્તાર ચક્રવાત “તાઉતે” થી પ્રભાવિત થશે, પશ્ચિમ રેલવે દ્વારા તેના અધિકાર ક્ષેત્રમાં સંભવિત વિસ્તારો માટે વિવિધ સુરક્ષા અને સલામતી સબંધિત સાવચેતી રાખવામાં આવી રહી છે.

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલે આ કુદરતી આપત્તિ નો સામનો કરવાની તૈયારીની સમીક્ષા કરવા માટે પ્રધાન વિભાગાધ્યક્ષો અને સંબંધિત ડિવિઝનલ રેલવે મેનેજર સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે જરૂરી બેઠક યોજી હતી. જનરલ મેનેજરે વિવિધ લોજિસ્ટિક્સ, સલામત હિલચાલ અંગે વિસ્તૃત સૂચનાઓ આપી હતી,

જેમાં ટ્રેનોના ગતિ પ્રતિબંધો અને ટ્રેનો રદ કરવાની વ્યવસ્થા વગેરે નો સમાવેશ થાય છે. તેમણે ઝોનલ રેલવે અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂલ્સ માં નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરવા અને ભારતીય હવામાન વિભાગ (IMD) તેમજ રાજ્ય સરકાર સાથે સંકલન જાળવવા પર વિશેષ ભાર મૂક્યો હતો.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે જાહેર કરાયેલ પ્રેસ રિલીઝ માં જણાવ્યા મુજબ ચક્રવાત “તાઉતે” ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ત્રાટકે તેવી શક્યતા છે, જેમાં મોટાભાગે ભાવનગર ડિવિઝન, રાજકોટ ડિવિઝનનો પશ્ચિમ ભાગ અને અમદાવાદ ડિવિઝનના ગાંધીધામ નજીકનો નાનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે.

ચક્રવાત નો સામનો કરવાની તૈયારીના ભાગરૂપે પશ્ચિમ રેલવેએ સાવચેતીના ઘણાં પગલાં લીધા છે. વિભાગીય અધિકારીઓ વોટ્સએપ દ્વારા નિયમિત અપડેટ્સ માટે ભારતીય હવામાન વિભાગ અને રાજ્ય સરકાર સાથે ગાઢ સંપર્ક જાળવી રહ્યા છે. કાર્યના સરળ સંચાલન માટે, મુખ્ય મથકના આપત્તિ નિયંત્રણ કક્ષ અને ડિવિઝનના આપત્તિ નિયંત્રણ કક્ષો વચ્ચે હોટલાઇન સુનિશ્ચિત કરવામાં આવી છે.

જરૂર પડે તો તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવા તમામ વિભાગોને વિસ્તૃત સૂચનાઓ આપવામાં આવી છે. વૃક્ષો કાપવાના સાધનો, ડીજી સેટ, ડીઝલથી ચાલતા પંપ, અર્થ મૂવિંગ સાધનો, જેસીબી, યુટિલિટી વાહનો, પૂરતા ઇંધણ સંસાધનો વગેરેની જોગવાઈ સાથે પરિસ્થિતિને પહોંચી વળવા સંબંધિત મંડળના એન્જિનિયરિંગ વિભાગને સતર્ક રાખવામાં આવ્યા છે. આ અધિકારીઓને જરૂરી તાત્કાલિક કાર્યવાહી સુનિશ્ચિત કરવા સંબંધિત વિસ્તારના અધિકારીઓ સાથે સતત સંદેશાવ્યવહાર સંપર્ક જાળવવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

છતની ઢીલી ચાદરો તપાસવા માટે પ્લેટફોર્મ શેલ્ટરો અને કવર શેડનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને તેમની તાકાત અને કાર્યક્ષમતા માટે કોઈ પણ સામગ્રીને નુકસાન થવાની પરિસ્થિતિ ની ખાતરી કરવામાં આવી રહી છે. નિર્માણાધીન વિભાગના તમામ સાધનો અને સંસાધનો પણ તૈયાર રાખવામાં આવ્યા છે. પાવર પેક સહિત પૂરતા બચાવ અને રિ-રેલિંગ માટે પૂરતી દવાઓ અને ઉપકરણોથી એઆરટી/એઆરએમઇ/સ્પાર્ટ્સ/એસપીએઆરએમઈ જેવી રાહત ટ્રેનોને પણ તૈયાર તબક્કામાં રાખવામાં આવી છે.

શ્રી ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે ઓએચઇ ગેંગને સતર્ક કરવામાં આવ્યા છે અને પૂરતા સાધનો અને ગતિશીલતા સાથે સ્ટેન્ડબાય પર મૂકવામાં આવ્યા છે. વાયરલેસ કોમ્યુનિકેશન, સેટેલાઈટ ફોન, વી-સેટ અને ડ્રોન રેકોર્ડિંગ જેવી પૂરતી સુવિધા સાથે સંદેશાવ્યવહાર પ્રણાલીને પણ મજબૂત કરવામાં આવી રહી છે.

બચાવ અને રાહત કામગીરી માટે ચલ સ્ટોક, લોકોમોટિવ, મેનપાવર ની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ ને એ સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ ની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ જરૂરી સાધનો સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચવા અને કટોકટીની સ્થિતિમાં અન્ય વિભાગો સાથે રાહત કામગીરી શરૂ કરવા તૈયાર છે.

ટ્રેનની હિલચાલ અંગે સ્પષ્ટતા કરતા શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે મુસાફરોની સલામતી અને ટ્રેનની કામગીરીમાં સલામતીને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા રૂપે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે અને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. જનતાની જાણકારી માટે સ્ટેશનો પર ટ્રેન અપડેટ્સ વિશે સતત જાહેરાત કરવામાં આવશે. ઉપરાંત, સમયાંતરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને મીડિયા અપડેટ્સ મારફતે ટ્રેનોનું નિયમન/ રદ/શોર્ટ ટર્મિનેટ/ડાયવર્ઝન વગેરે અંગે વિસ્તૃત અપડેટ્સ જાહેર કરવામાં આવશે.

ભારતીય હવામાન વિભાગે 16 થી 18 મે, 2021 ના સમયગાળા દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે ચક્રવાતી તોફાન “તાઉતે” ત્રાટકવાની સ્થિતિમાં અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

આ ઉપરાંત, 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતો પવન જે આગળ જતા 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચીને વાવાઝોડા અને ભારે પવન બની જાય છે, જેની ગતિ 18 મે ની શરૂઆતમાં 90 – 100 કિમી પ્રતિ કલાક ની ઝડપ થી 115 કિમી પ્રતિ કલાક સુધી રહેશે, જે 18 તારીખ ની સવાર થી વધુ ક્રમશઃ વધારો થવાની આગાહી કરવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.