ચક્રવાત નિવારને કારણે ચેન્નાઇમાં અનેક ભાગોમાં વિજળી કપાઇ
ચેન્નાઇ, તમિલનાડુ અને પોડીચેરીના કિનારે ચક્રવાતી તોફાન નિવારનેકારણે સરકાર અને એનડીઆરએફની ટીમો સતર્ક થઇ છે. કિનારાના વિસ્તારોમાં કોઇને કારણ વિના ઘરની બહાર નહીં નિળવાની સલાહ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામી અને પોડીચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામીની સાથે વાતચીત કરી તોફાન અંગે જાણકારી મેળવી હતી અને કેન્દ્ર તરફથી હરસંભવ મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું.
વોવાઝોડાને કારણે સ્થિતિ ગંભીર બનેલ છે અનેક ગતિથી પવનો ફુંકાઇ રહ્યાં છે. એનડીઆરએફના લગભગ ૧૨૦૦ બચાવ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે અને ૮૦૦ અન્યને તૈયાર રાખવામાં આવ્યા છે.ચેન્નાઇ હવાઇ મથક પર આવવા અને ત્યાંથી જનારી ૨૬ ઉડયાનોને રદ કરવામાં આવી છે આ ઉપરાંત ટ્રેનો પણ રદ કરવામાં આવી છે.તોફાનને કારણે ચેન્નાઇના અનેક ભાગોમાં વરસાદ થયો છે અને આ કારણે વિજળી પુરવઠો પણ કપાઇ ગયો છે.અનેક જગ્યાએ નુકસાન થયું છે.HS