ચન્ની ૨૦૨૨ની ચૂંટણીમાં કોંગ્રેસને ડૂબાડશે: સિધ્ધૂ
ચંદિગઢ, પંજાબ કોંગ્રેસમાં ભડકેલી આગ શાંત થઈ રહી નથી. કોંગ્રેસનુ પ્રદેશ અધ્યક્ષ પદ છોડી ચુકેલા નવજાેત સિધ્ધુના બગાવતી તેવર યથાવત છે. સિધ્ધુએ હવે પંજાબના સીએમ ચરણજીતસિંહ ચન્ની માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે.
આ અંગેનો વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. મળતી વિગતો પ્રમાણે સિધ્ધુ આ વિડિયોમાં કહેતા સંભળાય છે કે, ચન્ની ૨૦૨૨ની ચૂંટણીમાં કોંગ્રેસને ડુબાડી દેશે. મને સીએમ બનાવ્યો હોત તો જાેવા મળત કે કેવી સફળતા પ્રાપ્ત થાય છે.
સિધ્ધુ અને બીજા નેતાઓ લખીમપુર માર્ચ માટે રવાના થવા માટે મોહાલી એરપોર્ટ ચોક ખાતે ભેગા થયા હતા અને ત્યાં સીએમ ચન્નીની રાહ જાેવાઈ રહી હતી. એ દરમિયાન સિધ્ધુ અને બીજા નેતાઓ વચ્ચે થયેલી વાતચીત દરમિયાન સિધ્ધુનુ નિવેદન વિડિયોમાં કેદ થઈ ગયુ હતુ.SSS