Western Times News

Gujarati News

ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી યુવાનની હત્યા કરી

Files Photo

સુરત: સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ જાણે સતત વધી રહ્યો હોય તેમ રોજેરોજ હત્યા, લૂંટ, દુષ્કર્મની ઘટાનાઓ વધી રહી છે. ત્યારે ગઇકાલે રાતે પણ શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં કમલેશ નામના યુવાનને જાહેરમાં ચપ્પુના ઉપરાછાપરી ઘા મારીને ઘાકતી હત્યા કરવામાં આવી છે. જાેકે, હત્યા કરીને થોડી જ મિનિટોમાં હત્યારાઓ ફરાર થઇ ગયા હતા.

આ અંગે ડિંડોલી પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. જાેકે, પરિવારના આશાસ્પદ યુવાનનું કરૂણ રીતે મોત નીપજતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ગાયત્રી નગરમાં કમલેશ નામનો યુવાનની જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે.

કમલેશની કોઈ અંગત અદાવતમાં ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. ઉપરાછાપરી ઘા કરવાને કારણે યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જાેકે, હત્યારા આ ઘાતકી હત્યાને અંજામ આપીને જાેતજાેતામાં ફરાર થઇ ગયા હતા. યુવાની હત્યા મામલે સમગ્ર વિસ્તરમાં ચકચાર મચી જવા પામ્યો હતો. ઘટનાની જાણકારી મળતા પોલીસે તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી આવીને આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. મૃતક યુવાન કમલેશની કોને અને કયા કારણે હત્યા કરી છે

તે હજી સામે આવ્યું નથી. પોલીસે આરોપીને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે. આ વિસ્તારમાં સતત જાહેરમાં હત્યાની આ પહેલી ઘટના નથી બની ત્યારે આ યુવાની હત્યાને લઈને સમગ્ર વિસ્તરામ લોકોમાં ડરનો માહોલ જાેવા મળ્યો છે. થોડા દિવસ પહેલા પણ સુરતમાં હત્યા સામે આવી હતી. સુરતના કતારગામ ખાતે આવેલા નંદનવન સોસાયટીમાં રહેતા જયેશભાઈ પ્રજાપતિ બનેવી અને મહેશભાઈ પ્રજાપતિ ભાગીદારીમાં સાડીમાં સ્ટોન સહિતના વર્કનું કામકાજ કરતા હતા.

બનેવી મહેશભાઈ તેની બહેનને ત્રાસ આપતા હોવાથી બંને પતિ-પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડા ચાલતા હતા અને તેને લઈને પત્ની સાથે છુટાછેડા લીધા હતા. છુટાછેડા લઇને એક વર્ષથી ચાલી રહેલા વિવાદને લઈને બનેવીએ સાળાની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. મંગળવારની સાંજે મહેતાનો પરિવાર પિયરમાં રહેતી પ્રીતિ ને મળવા આવ્યા હતા અને છૂટાછેડાની વાત લઈને ઝઘડો થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.