ચલી ચલી ગીતમાં કંગનાની અદાઓ પર ફેન્સ દિવાના થયા
મુંબઈ: જે ગીતને જાેવા માટે કંગના રનૌતના ચાહકો અને જયલલિતાના ચાહકો રાહ જાેઈને બેઠા હતા. શુક્રવારે સાંજે રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ગીતનો વીડિયો છવાયો. ફિલ્મ થલાઈવીનું પ્રથમ ગીત ‘ચલી ચલી યુટ્યૂબ પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. ગીત રિલીઝ થયાના ૧૫ કલાક પછી ૧૫ લાખથી વધુ વ્યુઝ આવી ચુક્યા છે.
આ ગીતના સાઉથની સુપરસ્ટાર સમાંથા અક્કિનેની એ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં સોશિયલ મીડિયામાં રિલીઝ કર્યું છે. ખુશી વ્યક્ત કરતા તેમણે કહ્યું, અમ્માની કૃપા અને સ્ક્રિન પર તેમની ઉપસ્થિતિને દરેક લોકો જાણે છે. ગીતને ખૂબ સુંદરતાપૂર્વક રજૂ કરવામાં આવ્યું છે. ગીતમાં ગોલ્ડન યુગની જયલલિતાની માસુમિયત અને ઉત્કૃષ્ટતા કંગનાએ ભજવવાનો પ્રયાસ કર્યો છે.
પાણી સાથે આ ગીતમાં કંગનાની મસ્તી અને જયલલિતાના ક્લાસિક વર્લ્ડને સ્ટૂડિયોનો આકાર આપીને ગીતને શૂટ કરવામાં આવ્યું છે. જ્યાંનો દરેક માહોલ અમ્મા જયલલિતાના શરૂઆતી સમયની કહાની દર્શાવતો હોય તેવો લાગી રહ્યો છે. આ ગીતને સંગીત આપ્યું છે જી.વી. પ્રકાશ કુમારે અને અવાજ છે સૈંધવીનો. ઈર્શાદ કામિલએ ગીતના શબ્દો લખ્યા છે. વર્ષ ૧૯૬૫માં અમ્મા જયલલિતાની આવેલી પહેલી ફિલ્મ ‘વેણીરા અડાઈ’ ની આ ગીત યાદ અપાવે છે. ‘થલાઈવી’ ફિલ્મ લેજેન્ડરી અભિનેત્રી અને પછી રાજનેતા બનેલી જયલલિતાના જીવન પર આધારિત છે.