ચહરેમાં મૌની રોય રહેશે કે પછી અંકિતા તેની ચર્ચા
મુંબઇ, ફિલ્મ ચેહરેમાંથી લોકપ્રિય અભિનેત્રી કૃતિ ખરબંદા નિકળી ગયા બાદ હવે નવેસરની ચર્ચા છેડાઇ ગઇ છે. તેની જગ્યાએ કોની પસંદગી કરવામાં આવે તેને લઇને નિર્માતા નિર્દેશકો લાગી ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ સેક્સી સ્ટાર મૌની રોય અથવા તો અંકિતામાંથી કોઇ એકની પસંદગી કરવામાં આવી શકે છે. કોઇ નામ હજુ સુધી નક્કી કરવામાં આવ્યુ નથી. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે મંગળવારના દિવસે અભિનેત્રી મૌની રોય અને અંકિતાને ફિલ્મના નિર્માતા નિર્દેશકોની ઓફિસની બહાર જાવામાં આવી હતી. ત્યારબાદથી તેમના નામને લઇને ચર્ચા શરૂ કરવામાં આવી છે.
જો કે હજુ સુધી કોઇના નામને લઇને હજુ કોઇ જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મ ચેહરેના નિર્દેશક રૂમી જાફરી અને ફિલ્મના નિર્માતા આનદ પંડિતે કૃતિ ખરબંદાના વલણને લઇને તેને ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવી છે. નિર્માતાએ કૃતિ ખરબંદાના વર્તનને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. કૃતિને ચેતવણી પણ આપવામાં આવી હતી પરંતુ તે આ તરફ ધ્યાન આપવા માટે તૈયાર થઇ ન હતી. તમામ લોકો જાણે છે કે ફિલ્મના શુટિંગના બીજા ભાગનુ શુટિંગ હવે ટુંક સમયમાં પોલેન્ડ ખાતે શરૂ કરવામાં આવનાર છે. માઇનસ ૧૦ ડિગ્રી તાપમાનમાં શુટિંગ કરવામાં આવનાર છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી મુખ્ય રોલમાં નજરે પડનાર છે. આ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ રહેલી છે. આ ફિલ્મને ૨૪મી એપ્રિલ ૨૦૨૦ના દિવસે દેશભરમાં રજૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. ફિલ્મના શુટિંગને હવે ઝડપથી આગળ વધારી દેવાની યોજના રાખવામાં આવી છે.