Western Times News

Gujarati News

ચહલે જમીન ઉપરથી બોલ ઉઠાવ્યો છતાં આઉટ આપ્યો!

નવી દિલ્હી, આઈપીએલનો વિવાદ સાથે જૂનો સંબંધ છે અને આ સિઝનમાં પણ કેટલાક વિવાદ સામે આવ્યા છે. આઈપીએલ-૨૦૨૦માં ફરી એક વખત અમ્પાયર અને તેના ર્નિણય પર સવાલ ઉભા થઈ રહ્યા છે.

ફક્ત મેદાન પરના અમ્પાયર જ નહીં થર્ડ અમ્પાયર પણ ભૂલ કરી રહ્યા છે. થર્ડ અમ્પાયર પાસે બધી ટેકનિક હોવા છતા ભૂલ કરી રહ્યા છે, જે આશ્ચર્યજનક છે.

અબુધાબીમાં બેંગલોર અને રાજસ્થાન વચ્ચે રમાય રહેલી આ મેચમાં સંજૂ સેમસનને વિવાદિત રીતે આઉટ આપવામાં આવ્યો હતો.

આઇપીએલ ૨૦૨૦માં શાનદાર ફોર્મમાં ચાલી રહેલો સંજૂ સેમસન રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ફક્ત ૪ રન બનાવી આઉટ થયો હતો. સેમસન ચહલની ઓવરમાં તેને કેચ આપી બેઠો હતો.

ચહલના ફ્લાઇટ બોલને સેમસને ડ્રાઇવ કરવાનો પ્રયત્ન કર્યો હતો જોકે તે ચહલને કેચ આપી બેઠો હતો. કેચ પછી ચહલ અને આરસીબીના ખેલાડી ઉજવણી કરવા લાગ્યા હતા.

મેદાન પરના અમ્પાયર્સે કેચ શંકાસ્પદ લાગતા થર્ડ અમ્પાયર પાસે જવાનો ર્નિણય કર્યો હતો. વીડિયો કેમેરામાં જ્યારે ચહલના કેચને જોવામાં આવ્યા તો સ્પષ્ટ રીતે બોલ જમીન પર અડેલો જોવા મળ્યા હતા. જોતા લાગતું હતું કે સેમસન નોટઆઉટ છે પણ થર્ડ અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો.

થર્ડ અમ્પાયરની દલીલ હતી કે તે વીડિયોને જોઈને ઠીકથી ર્નિણય કરી શકતા ન હતા કે બોલ જમીન પર અડ્યો છે કે નહીં.

જેથી મેદાની અમ્પાયરના સોફ્ટ ડિસિઝન આઉટના ર્નિણયને માન્ય રાખવામાં આવ્યો હતો. સેમસનને આઉટ અપાતા વિવાદ થયો હતો.

સંજૂનાપ્રશંસકો થર્ડ અમ્પાયરના ર્નિણયને ખોટો બતાવી રહ્યા છે સેમસનને આઉટ આપવો ભલે વિવાદિત રહ્યો હોય પણ તેને હંમેશા યુજવેન્દ્ર ચહલ સામે રમવામાં પરેશાની થાય છે.

ચહલ સામે સેમસન ૨૩ બોલમાં ૪ વખત આઉટ થયો છે. સેમસને ચહલ સામે ૭૯ની સ્ટ્રાઇક રેટથી ૨૩ રન બનાવ્યા છે.SSS

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.