Western Times News

Gujarati News

ચાંદખેડામાં વરસાદને કારણે પડેલા ખાડાઓને લીધે નાગરીકો પરેશાન

અમદાવાદ શહેરના ચાંદખેડામાં ડિવાઇન સર્કલ પાસે વરસાદના કારણે પડી ગયેલા ખાડા તસવીરમાં દેખાઈ રહ્યા છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ મહાનગરપાલિકા AMC દર વર્ષે પ્રિમોન્સૂન કામગીરીને લઈને મસમોટા પ્લાનિંગ કરે છે, પરંતુ આ તમામ પ્લાનિંગ કાગળ પર જ રહી જાય છે. આ વર્ષે પણ વરસાદ બાદ શહેરના અનેક રસ્તા પર પાણી ભરાયાં છે. ખાસ કરીને આ વખતે જે બોપલ ઘુમા નગરપાલિકાનો સમાવેશ કોર્પોરેશનમાં કરવામાં આવ્યો છે, તે વિસ્તારોની હાલત તો અત્યંત ખરાબ જોવા મળી રહી છે.

જેના કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. લોકો દ્વારા પણ કોર્પોરેશનને ફરિયાદ કરવામાં આવી રહી છે, પરંતુ કોર્પોરેશન દ્વારા ફક્ત થીગડાં મારવામાં આવી રહ્યાં છે. લોકોમાં આ વર્ષે રોષ ચરમસીમાએ છે, એ વાતને લઇને છે કે વાહનચાલકો પાસેથી ટેક્સ વસૂલી સામે ખાતરી મળતી હોય છે કે, ખાડા વગરના રોડ કોર્પોરેશનની જવાબદારી હોય છે. ખાડાખૈયાવાળા રસ્તાઓના કારણે ઘણાં વાહનચાલકો પછડાય છે કે, અક્સમાતનો ભોગ બને છે અને કેટલાક કોર્ટકેસ પણ કરતાં હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.